<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd February 2026

સુરતમાં ચોરીના આઠ વાહનો સાથે બે આરોપીઓની ધરપકડ : ગુજરાતમાંથી વાહનો ચોરીને મધ્યપ્રદેશ રાજસ્થાનમાં વેચી મારતા

વરાછાના 7 અને અશ્વિનીકુમાર પોલીસ સ્ટેશનનો 1 ગુનો ઉકેલાયો: બંને આરોપીઓ ભાવનગર જિલ્લાના વતની

સુરતમાં ચોરીના આઠ વાહનો સાથે બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. અલગ અલગ રાજ્યોના વાહનો વેચી મારવાનું કૌભાંડ કરાતુ હોવાનું સામે આવ્યું છે.કાનું કામળીયા અને અંકુર વાટલિયાની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ પાસેથી ચોરીના આઠ વાહનો જપ્ત કરવામાં આવ્યા હતા. રૂપિયા 2.06 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. આરોપીઓ વાહનો ચોરી કરીને અન્ય રાજ્યોમાં વેચી મારતા હતા.રાજસ્થાન અને મધ્યપ્રદેશથી દસ વાહનો કબ્જે કર્યા છે. વરાછાના 7 અને અશ્વિનીકુમાર પોલીસ સ્ટેશન નો 1 ગુનો ઉકેલાયો છે. બંને આરોપીઓ ભાવનગર જિલ્લાના વતની છે. વધુ તપાસ વરાછા પોલીસે હાથ ધરી છે.

(7:12 PM IST)