<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd February 2026

મહિસાગરના સંતરામપુર તાલુકાના વાતાવરણમાં પલટો : ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો

અચાનક ત્રાટકેલા આ વરસાદને કારણે અનેક લગ્ન પ્રસંગોમાં અડચણ ઊભી થઈ: પવનના કારણે મંડપો અને ડેકોરેશનને નુકસાન પહોંચ્યું

અમદાવાદ : રાજ્યમાં અનેક જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો છે.મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં આજે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. ત્યારબાદ સંતરામપુર નગર સહિત પૂર્વ વિભાગના ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો. અત્યારે લગ્નની સિઝન ચાલી રહી છે, ત્યારે અચાનક ત્રાટકેલા આ વરસાદને કારણે અનેક લગ્ન પ્રસંગોમાં અડચણ ઊભી થઈ હતી. 

  પવનના કારણે મંડપો અને ડેકોરેશનને નુકસાન પહોંચ્યું હોવાના સમાચાર મળી રહ્યા છે.

(8:06 PM IST)