તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 2nd February 2026
કાલે ગુજરાત વિધાનસભામાં ગ્રામ શક્તિ તાલીમ કાર્યક્રમ : બનાસકાંઠા, વાવ-થરાદ, મહેસાણા, પાટણ, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના દરેક તાલુકામાંથી પાંચ મળી કુલ-૨૬૦ સરપંચ જોડાશે
સરપંચઓને સંસદીય લોકતંત્રમાં પંચાયતની ભૂમિકા, જી- રામજી- ગ્રામવિકાસ યોજના વિકાસના કામો અંગે જાણકારી, પંચાયત હિસાબી નિયમોની જાણકારી તથા ગ્રામસભા-પંચાયતસભામાં સરપંચની ભૂમિકા, અધિકારો અને ફરજો જેવા વિષયો પર નિષ્ણાત તજજ્ઞો વ્યાખ્યન આપશે

ગાંધીનગર : ગુજરાત વિધાનસભા ખાતે તા.૦૩/૦૨/૨૦૨૬ના રોજ ગ્રામ શક્તિ તાલીમ કાર્યક્રમનું માન.અધ્યક્ષશ્રીના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવેલ છે. જેમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, વાવ-થરાદ, મહેસાણા, પાટણ, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાઓના દરેક તાલુકામાંથી પાંચ એમ કુલ-૨૬૦ સરપંચશ્રીઓ તાલીમમાં જોડાનાર છે. જેમાં સરપંચઓને સંસદીય લોકતંત્રમાં પંચાયતની ભૂમિકા, જી- રામજી- ગ્રામવિકાસ યોજના વિકાસના કામો અંગે જાણકારી, પંચાયત હિસાબી નિયમોની જાણકારી તથા ગ્રામસભા-પંચાયતસભામાં સરપંચની ભૂમિકા, અધિકારો અને ફરજો જેવા વિષયો પર નિષ્ણાત તજજ્ઞો વ્યાખ્યન આપશે.
આ કાર્યક્રમમાં ગુજરાત રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને ગુજરાત વિધાનસભાના.અધ્યક્ષ શંકરભાઇ ચૌધરીની પ્રેરક ઉપસ્થિતિ રહેશે. વધુમાં આ કાર્યક્રમમાં પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી ઋષિકેશભાઇ પટેલ, ગ્રામ વિકાસ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા, વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણભાઇ શુક્લ અને પંચાયત વિભાગના અગ્ર સચિવ ધનંજય દ્વિવેદી પણ ઉપસ્થિત રહેનાર છે.
(9:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
