News of Monday, 2nd February 2026
બે દિવસીય ઈનોવેશનલ એજ્યુકેશન ફેર નું જિલ્લા શિક્ષણાધિકારી ડૉ.કિરણબેન પટેલ ના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું

( ભરત શાહ દ્વારા ) નર્મદા: GCERT ગાંધીનગર પ્રેરિત તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન – ડાયટ નર્મદા (રાજપીપલા) આયોજિત બે દિવસીય ઈનોવેશનલ એજ્યુકેશન ફેર 2025–26 નું જિલ્લા શિક્ષણાધિકારી ડૉ.કિરણબેન પટેલ ના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
જેમની સાથે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નિશાંત દવે, GCERT માંથી રીડર ડૉ. વિજય પટેલ, અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ નર્મદાના અઘ્યક્ષ દેવેન્દ્ર જાદવ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓ, BRC કો.ઓ, ઘટક સંઘના હોદ્દેદારો તેમજ ડાયટના તમામ લેક્ચરરો ઉપસ્થિત રહ્યા હતા.
11માં ઈનોવેશનલ અભિગમની શરૂઆત ડાયટ લેક્ચરર મંજુલાબેન ચૌધરી દ્વારા શાબ્દિક સ્વાગત સાથે આ સમગ્ર આયોજન ડાયટ લેક્ચરર હિનાબેન પરમાર દ્વારા 11માં ઈનોવેશનલ અભિગમ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ તકે જિલ્લા શિક્ષણાધિકારી ડૉ. કિરણબેન પટેલે અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નિશાંત દવે દ્વારા તમામ ઇનોવેટિવ શિક્ષક મિત્રોને અભિનંદન પાઠવી શાળાઓમાં વિવિધ રીતે ઇનોવેશનલ પ્રવૃત્તિઓ કેવી રીતે અમલમાં મૂકી શકાય અને દરેક શિક્ષક શાળા કક્ષાએ કેવા ઈનોવેશન કરી શકે તે અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ઉદ્ઘાટન કાર્યક્રમના અંતે ડાયટ લેક્ચરર વસાવા દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. ત્યારબાદ તમામ આમંત્રિત મહેમાનો દ્વારા ઇનોવેટિવ શિક્ષક મિત્રોના સ્ટોલ્સ નિહાળવામાં આવ્યા હતા.
(10:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
