તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Monday, 2nd February 2026
નર્મદા : વરાછા ગામે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો: ઓવરલોડ ટ્રકો બાબતે અડધી રાત્રે ગ્રામજનો રસ્તા પર ઉતર્યા
રાત્રે 11.45 વાગે ખેડૂતો રસ્તા પર આવી બાદ આપ જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાને બોલાવી રજૂઆત કરી

( ભરત શાહ દ્વારા ) નર્મદા: રાત્રિના 11:45 વાગે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના વરાછા ગામના ગ્રામજનો પટેલ સમાજ, માછી સમાજ, આદિવાસી સમાજના આગેવાનો ગ્રામજનો ની રજૂઆત છે કે છેલ્લા 2021 થી ત્યાં બ્રિજ બનાવ્યો અને ત્યાર પછી અહીંથી વડીયા ગામ વરાછા થી નાવરા ગામનો રસ્તો કુલ 6 કિલોમીટરનો હોય આ રસ્તો વર્ષો પહેલા પગદંડી અને બળદગાડા દ્વારા ચાલતો હતો આ રસ્તા માટે સરકાર દ્વારા 20 20 ફૂટ જેટલી જમીન ખેડૂતો પાસેથી લીધેલી છે જ્યારથી આ પુલ બન્યો છે ત્યારથી ગેરકાયદેસર રેતીની હાઈવા ટ્રકો અને ઓવરલોડ ગાડીઓ ખૂબ મોટા પ્રમાણમાં અહીંથી પસાર થાય છે આ ખેડૂતો રાત દિવસ અહીંયા અલગ અલગ ટીમો બનાવીને રહે છે રસ્તાથી જે ધૂળ ઉડે છે એનાથી ખેડૂતો ના કપાસ શેરડી કેળો અને જે ગુલાબના ફૂલ જેવી વિવિધ પ્રકારની લોકો ખેતી કરી રહ્યા છે એ ખેતીને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થાય છે એ લોકોએ અગાઉ કલેકટર ઓફિસે રજૂઆત કરી છે
આમલેથા પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી છે ભારતીય જનતા પાર્ટી જે સરકારમાં બેઠેલા નેતાઓ ધારાસભ્યો સાંસદ સભ્યોને પણ રજૂઆત કરે છે પણ તેમ છતાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એમનું સાંભળતું નથી કે નથી જિલ્લાનું વહીવટી તંત્ર સાંભળતું વરાછા ગામના ખેડૂતો વારંવાર રજૂઆતો કરે છે પણ તેમ છતાં એમની માંગણી સંતોષાતી નથી. એમને યોગ્ય ન્યાય નથી મળતો, ભારે વાહનો માટે રસ્તો બંધ હોવાનું બોર્ડ છે, એમ્બ્યુલન્સ નાની બસો જ અવરજવર કરી શકે છે ત્યારે અહીંયા થી રાત્રે પણ ભારે વાહનો ના પસાર થાય એ માટે એક ખેડૂતો ટીમ બનાવી જાગે છે રવિવારે પોણા બાર વાગ્યા ગ્રામજનો આખી રાત અહીંયા ઉજાગરા કરે છે
તેમનું કહેવું છે કે આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કે સરકારમાં બેઠેલા પ્રતિનિધિઓ કે જિલ્લા વહીવટી તંત્ર ખેડૂતો નુ સહેજ પણ સાંભળતા નથી એના માટે આ તમામ ગ્રામજનો ભેગા થઈ આપ ના જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા ને બોલાવ્યા અને આપ ની ટીમ ત્યાં પહોંચી તેમની રજૂઆત સાંભળી ત્યાં રસ્તો જે ખરાબ છે એ રસ્તો તાત્કાલિક ધોરણે બની જાય ખેડૂતોને જે નુકસાન થઈ રહ્યું છે એ નુકસાન આવનારા દિવસોમાં ના થાય અને જે ખેડૂતોએ છેલ્લા 15 20 વર્ષથી એમણે જે જમીનો આપી છે એ જમીનોમાં પણ આ રસ્તો બની ગયો છે અહીંયા બરોડા જવા માટે એકદમ શોર્ટકટ રસ્તો બની ગયો છે પણ તેમ છતાં અહીંના સ્થાનિક ખેડૂતોને હજુ પણ એનું યોગ્ય વળતર નથી આપવામાં આવ્યું. જો એમનો આ રસ્તાનો જે પ્રશ્ન છે એ પ્રશ્ન સોલ નહીં થાય જો એમનો આ ખેડૂતોને જે મળવા પાત્ર વળતર છે એ આજ દિન સુધી આપવામાં નથી આવ્યું એ જો આવનારા દિવસોમાં નહીં આવે તો અમે ગાંધી ચીંધિયા માર્ગે કલેકટર ઓફિસનો ઘેરાવો કરીશું ની આમ આદમી પાર્ટી ના જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા એ તંત્ર ને ચીમકી છે.
(10:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
