<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd February 2026

નર્મદા જિલ્લામાં 6618 મતદારોના નામ કમી કરતા પહેલા કારણ જણાવવા કોંગ્રેસની માંગ

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા તાજેતરમાં મામલતદાર નાંદોદ અને પ્રાંત અધિકારી નાંદોદ ને આવેદન પત્ર આપી નવી મતદાર યાદીમાંથી નામ કમી કરાય એ પહેલા યાદી જાહેર કરવા અથવા કારણ જાહેર કરવા માંગ કરવામાં આવી છે. આમ રાજ્ય ના તમામ તાલુકાઓ માં વિરોધો ઉઠ્યા છે.

  ભારત ચૂંટણી પંચ દ્વારા હાથ ધરવામાં આવતી SIR પ્રક્રિયા હેઠળ ફોર્મ નં. 6 અને 7 ભરવામાં આવશે, ત્યારે ગુજરાતભરના મતદારો અને સામાજિક અને રાજકીય નેતાઓને ડર છે કે ઘણા લોકો તેમના મતદાન અધિકાર ગુમાવશે. અને એવી પણ શક્યતા છે કે ભાજપ દ્વારા જાણી જોઈને રચવામાં આવેલું કાવતરું હોઈ શકે છે.આ મુદ્દા અંગે આજે ચૂંટણી પંચને એક અરજી સુપરત કરવામાં આવી હતી. તેવી રીતે નર્મદા જિલ્લામાં પણ તાલુકા અને શહેર કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. અને પ્રાંત અધિકારી ને આવેદન આપવામાં આવ્યું હતું. જેમાં નર્મદા જિલ્લા કોંગ્રેસ ઉપ પ્રમુખ
માલવ બારોટ, લઘુમતી આગેવાન ઇસ્માઇલ સોલંકી, નર્મદા જિલ્લા પૂર્વ પાલિકા પ્રમુખ મહેશ વસાવા, નર્મદા જિલ્લા કોંગ્રેસ આદિવાસી સેલના પ્રમુખ વાસુદેવ વસાવા, યુવા કોંગ્રેસ પ્રમુખ શિવ પટેલ, અને અન્ય તમામ ST, SC, OBC સમુદાયના સભ્યો હાજર રહ્યા હતા.
આ બાબતે માલવ બારોટે જણાવ્યું હતું ..SIR પ્રમાણે મતદાર યાદી નવી બને એમાં અમને વાંધો નથી.પણ ભાજપ ના ઇશારે તેમની વિરોધી વોટબેંકના નામો કમી થઈ જાય, જે લોકો બહાર ગામ કામ અર્થે ગયા હોય કે થોડો સમય માટે સ્થળાંતર થયા હોય તેમનુ ત્યાં પણ નામ ના હોય કે અહીંયા પણ ના હોય એમ ના બને માટે ફોર્મ નંબર 6/6A - 3120 અને નંબર :-7 : 6618 જેટલા નામો કમી બતાવે છે. જેમા ઝીણવટ ભરી રીતે ચકાસણી કરી ને નામો કમી કરવાની માંગ કરી છે.

(10:49 PM IST)