<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd February 2026

ખેરાલુ નાગરિક બેન્કની ચૂંટણી મામલે બોર્ડ ઓફ નોમિનીઝ કોર્ટનો ચૂંટણી અધિકારીને ફોર્મ ચકાસણી અંગે ફરી નિર્ણય લેવા આદેશ

બે ટર્મ પૂરી કરેલા ડિરેક્ટરો ફરી ચૂંટણી લડી શકે તેમજ સરકારી કર્મચારીના ચૂંટણી લડવાને લઈને પણ વિવાદ: જેમના સંબંધીઓની લોન બાકી હોય તેવા ઉમેદવારો અંગે પણ નિર્ણય લેવાશે

મહેસાણાઃ મહેસાણા જિલ્લાની ખેરાલુ નાગરિક બેન્કની ચૂંટણી મામલે બોર્ડ ઓફ નોમિનીઝ કોર્ટે ચૂંટણી અધિકારીને ફોર્મ ચકાસણી અંગે ફરી નિર્ણય લેવા આદેશ કર્યો છે. બે ટર્મ પૂરી કરેલા ડિરેક્ટરો ફરી ચૂંટણી લડી શકે તે અંગે વિવાદ છે. ત્યારે સરકારી કર્મચારીના ચૂંટણી લડવાને લઈને પણ વિવાદ છે. જેમના સંબંધીઓની લોન બાકી હોય તેવા ઉમેદવારો અંગે પણ નિર્ણય લેવાશે. સમગ્ર મામલે 4 ફેબ્રુઆરી સુધીમાં કોર્ટમાં સોગંદનામુ રજૂ કરાશે.

 

(11:53 PM IST)