<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd February 2026

નવસારીમાં ફ્લાવર શોની પૂર્ણ થતા ફૂલોના છોડ ખરીદવા ભારે ઘસારો :માત્ર ₹10માં છોડ મેળવવા લોકો ઉમટી પડ્યા

પ્રદર્શનમાં મુકાયેલા આકર્ષક અને વિવિધ પ્રજાતિના ફૂલોના છોડ નજીવા દરે ખરીદવા માટે મોટી સંખ્યામાં અમદાવાદીઓ ઉમટ્યા

નવસારી મહાનગરપાલિકા દ્વારા આયોજિત સાત દિવસીય ફ્લાવર શોનું રવિવારે ભવ્ય સમાપન થયું હતું. જોકે, ફ્લાવર શોના સમાપન બાદ પણ લુંસીકુઈ ગ્રાઉન્ડ ખાતે શહેરીજનોની ભારે ભીડ જોવા મળી રહી છે. આ ભીડ ફ્લાવર શો જોવા માટે નહીં, પરંતુ પ્રદર્શનમાં મુકાયેલા આકર્ષક અને વિવિધ પ્રજાતિના ફૂલોના છોડ નજીવા દરે ખરીદવા માટે ઉમટી પડી છે.

મળતી માહિતી મુજબ, ફ્લાવર શો પૂર્ણ થયા બાદ પાલિકા તંત્ર દ્વારા પ્રદર્શનમાં રાખવામાં આવેલા 25થી વધુ પ્રજાતિના ફૂલોના છોડનું વેચાણ જાહેર જનતા માટે શરૂ કરવામાં આવ્યું છે. લુંસીકુઈ ગ્રાઉન્ડ પર વહેલી સવારથી જ પ્રકૃતિપ્રેમીઓની લાંબી કતારો જોવા મળી હતી. ભીડને નિયંત્રિત કરવા માટે પાલિકા તંત્રને ગેટ પર વધારાનો સ્ટાફ અને સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની ફરજ પડી હતી.

નવસારી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર ગૌરવ વસાણીએ આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે- ફ્લાવર શોના માધ્યમથી શહેરમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાનો અમારો ઉદ્દેશ્ય છે. હવે આ છોડ નાગરિકોને ખૂબ જ રાહત દરે આપવામાં આવી રહ્યા છે જેથી તેઓ પોતાના ઘરે ગાર્ડનિંગ કરી શકે.

(12:44 AM IST)