<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd February 2026

ગુનેગાર સમસ્‍યા ઊભી કરે ત્‍યારે એનએફએસયુ જેવી વિશ્વપ્રસિદ્ધ યુનિવર્સિટી તેનું સમાધાન લાવવા કટિબધ્‍ધ પૂજ્‍ય ભાઈશ્રી

ડો. જે.એમ. વ્‍યાસના ફોરેન્‍સિક ક્ષેત્રે વૈશ્વિક યોગદાનને બિરદાવીને શતાયુ થવાની શુભકામના વ્‍યક્‍ત કરીઃ વિદ્યાર્થીઓને સંબોધન ફોરેન્‍સિક ક્ષેત્રે ભારત અગ્રણી બને અને અનેક દેશોને મદદ કરે તેવું નરેન્‍દ્રભાઇ અને અમિતભાઇનું સ્‍વપ્‍ન આ સંસ્‍થાએ પૂર્ણ કર્યું છે.: પૂ.ભાઇશ્રી

અમદાવાદઃ વિશ્વપ્રસિદ્ધ કથાકાર અને આધ્‍યાત્‍મિક માર્ગદર્શક પૂજ્‍ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ નેશનલ ફોરેન્‍સિક  સાયન્‍સિસ યુનિવર્સિટીએનએફએસયુ , ગાંધીનગરની શુભેચ્‍છા મુલાકાત લીધી હતી અને વિદ્યાર્થીઓને સંબોધનકર્યું હતું. પદ્મશ્રીથી સન્‍માનિત, એનઅફએસયુ ના કુલપતિ, ડૉ. જે.એમ. વ્‍યાસ દ્વારા પૂજ્‍ય ભાઈશ્રીનું સ્‍મળતિચિホ આપીને સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. પૂજ્‍ય ભાઈશ્રી એ  ડૉ. જે.એમ. વ્‍યાસના ફોરેન્‍સિક ક્ષેત્રે વૈશ્વિક યોગદાનનેબિરદાવીને તેઓના શતાયુ થવાની શુભકામના વ્‍યક્‍ત કરી હતી.

પૂજ્‍ય ભાઈશ્રી  એ પોતાના સંબોધનમાં જણાવ્‍યું હતું કે, દરેક સમસ્‍યાનું સમાધાન હોય છે. જ્‍યારે પણ ગુનેગાર કોઈ સમસ્‍યા ઊભી કરે છે ત્‍યારે એનએસએફયુ જેવી વિશ્વપ્રસિદ્ધ યુનિવર્સિટી તેનુંસમાધાન લાવવા માટે કટિબદ્ધ છે. હું વિશ્વપ્રસિદ્ધ નેશનલ ફોરેન્‍સિક સાયન્‍સિસ યુનિવર્સિટીની મુલાકાતલઈને અત્‍યંત પ્રસન્ન થયો છું કે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઇ મોદી અને કેન્‍દ્રીય ગળહ મંત્રી શ્રીઅમિતભાઈ શાહ દ્વારા જે સ્‍વપ્ન જોવાયું હતું કે ફોરેન્‍સિક ક્ષેત્રે ભારત અગ્રણી બને તથા અનેક દેશોની ફોરેન્‍સિક ક્ષમતા-નિર્માણમાં મદદ કરે, તે સ્‍વપ્નને એનએસએફયુે ચરિતાર્થ કર્યું છે.

પૂજ્‍ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ અપરાધ શબ્‍દની વ્‍યાખ્‍યા આપતા જણાવ્‍યું હતું કે જેમાંથી રાધાનીકળી જાય તે અપરાધ. રાધા કોણ? પ્રેમની ધારા. જ્‍યાં પ્રેમ હશે ત્‍યાં અપરાધ નહીં થાય. આ પ્રેમ રાષ્‍ટ્ર માટે પણ હોય, સમાજ માટે પણ હોય, કાર્ય માટે પણ હોય. અહીં ભણતા વિદ્યાર્થીઓ ભાગ્‍યશાળી છેકે તેમને એવી યુનિવર્સિટી મળી છે, જે પ્રસિદ્ધ તો છે જ, પરંતુ પ્રભાવી પણ છે. આ યુનિવર્સિટીનાવિવિધ સેન્‍ટર ઓફ એક્‍સેલન્‍સીસની મુલાકાત બાદ એવું લાગે કે હું પણ પુનઃ ભણવા લાગું. આ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ શીખે છે અને પરીક્ષા આપે છે, પરંતુ અહીં અભ્‍યાસ પૂરો થાય પછી કેસરૂપીપરીક્ષા તેમની સમક્ષ આવશે અને તેમાંથી પણ તેઓ શીખશે. એનએસએફયુ સમાજમાં કાયદો અને ન્‍યાયવ્‍યસ્‍થા સુદૃઢ રહે તે માટે તો પ્રયાસરત છે જ, પરંતુ તેની સાથે વિદ્યાર્થીઓને નૈતિક મૂલ્‍યોનું સિંચનકરીને ભારતના જાગળત નાગરિક બનાવવાનું કાર્ય કરી રહી છે.

આ પ્રસંગે પ્રો. (ડૉ.) નવીન કુમાર ચૌધરી, કેમ્‍પસ ડાયરેક્‍ટર,એનએસએફયુ-ગોવા સહિત વિવિધ સ્‍કૂલ્‍સના ડીનઅને એસોસિયેટ ડીન પણ ઉપસ્‍થિત રહ્યા હોવાનું કેમ્‍પસ ડાયરેકટર પ્રો. (ડૉ.) એસ.ઓ. જુનારેની યાદીમાં જણાવાયું છે.

(10:55 AM IST)