તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 3rd February 2026
નરહરિ અમીનનો તબીબી સેવાયજ્ઞ : અસલાલીમાં રપ૦ દર્દીઓને કેમ્પનો લાભ

અમદાવાદ પાસેના અસલાલી ગામમાં મણિબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત આરોગ્યધામમાં અમદાવાદ મેડીકલ એશો. અને જુનીયર ડોકટર્સ એશો. દ્વારા સાંસદ નરહરિ અમીનની હાજરીમાં યોજાયેલ નિઃશુલ્ક તબીબી કેમ્પ પ્રસંગની તસ્વીર.
રાજકોટ, તા.૩: મણિબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત આશાભાઈ પુરૂષોત્તમદાસ અમીન આરોગ્યધામ, અસલાલી ખાતે ટ્રસ્ટના પ્રમુખ શ્રી નરહરિ અમીન ની અધ્યક્ષતામાં અમદાવાદ મેડિકલ એસોસિએશન તથા જુનિયર ડોક્ટર્સ એસોસિએશનના સહયોગથી ૅઆવો ગાંવ ચલેૅ અભિયાન અંતર્ગત અમદાવાદ પાસેના અસલાલી ગામમાં ફ્રી મેડિકલ ચેકઅપ નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ દરમિયાન જનરલ ફિઝિશિયન, ઇએનટી, ઓર્થોપેડીક, પીડિયાટ્રિશિયન, ગાયનેકોલોજિસ્ટ, ઓપ્થોલમોલોજિસ્ટ, ડરમેટોલોજિસ્ટ, ડાયાબીટોલોજિસ્ટ, જનરલ સર્જન જેવા ફેકલ્ટીના નિષ્ણાત ડોક્ટર્સ દ્વારા કેમ્પમાં આવેલ લાભાર્થીઓનું નિશુલ્ક નિદાન કરવામાં આવ્યું હતું જરૂર જણાયે ત્યાં બ્લડ ટેસ્ટ કરીને દર્દીઓને નિઃશુલ્ક દવાઓનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મણિબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના ઉપપ્રમુખ ડૉ. વરૂણ અમીન, સેક્રેટરી શ્રી પ્રવિણચંદ્ર અમીન, ટ્રસ્ટીશ્રીઓ, શ્રી ઘનશ્યામભાઈ અમીન, શ્રીમતી નીતાબેન અમીન, શ્રીમતી વિજુલબેન અમીન, શ્રીમતી મળદુલાબેન અમીન, શ્રી ભગવત અમીન, ડૉ. વિશ્વાસ અમીન અને અમદાવાદ મેડીકલ એસોસીએશન અને ગુજરાત મેડીકલ એસોસીએશનનાં ડૉ. તુષાર પટેલ, ડૉ. જીગ્નેશભાઈ શાહ, ડૉ. મૌલિક શેઠ, ડૉ. મનજીત નાયક અને અન્ય ડોક્ટર્સ તથા અસલાલી ગામનાં સરપંચ શ્રી નરેન્દ્રભાઈ પટેલ, શ્રી અજીતભાઈ પટેલ, શ્રી પ્રફુલભાઈ અમીન અને હીરામણી આરોગ્યધામના સીએઓ આશિષભાઈ રાજા, હીરામણિ આરોગ્યધામ નો કર્મચારીઓ ઉપસ્થિત રહ્યો હતો. આ મેડિકલ ચેકઅપ કેમ્પમાં ફ્રી મેડિકલ ચેકઅપનો ૨૫૦ થી વધુ ગ્રામજનોએ લાભ લીધો હતો.
(2:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
