તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 3rd February 2026
કલોલ તાલુકાના નાદેરી ગામે કારની ટક્કરે રિક્ષામાં બેઠેલ મહિલાનું મૃત્યુ
પુરઝડપે નીકળેલ કારે રિક્ષાને મારી હતી ટક્કર:રિક્ષામાં બેઠેલ મહિલાને ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે લઇ જવામાં આવતા રસ્તામાં જ મૃત્યુ નીપજ્યું

કલોલ : કલોલ તાલુકાના નાદરી ગામે પુર ઝડપે નીકળેલ કાર ચાલકે રીક્ષા ને ટક્કર મારી હતી આ અકસ્માતમાં રિક્ષામાં બેઠેલ મહિલાને ગંભીર ઇજાઓ પહોંચી હતી જેને સારવાર માટે લઈ જવામાં આવી હતી જ્યાં તેનું મોત નિપજ્યું હતું બનાવ અંગે પોલીસે કારના ચાલક સામે ગુનો દાખલ કરી તપાસ ચલાવી છે.
આ બાબતે મળતી વિગતો અનુસાર રિક્ષાચાલક પોપટ સિંહ રાઠોડ તેની રિક્ષામાં તેની પત્ની અને સાસુને બેસાડીને દર્શન કરવા ગયા હતા અને ત્યાંથી તેઓ પોતાની રીક્ષા લઈને નાદરી ગામ થી નીકળ્યા હતા ત્યારે પૂર ઝડપે નીકળેલ કાર નંબર જીજે ૯ બી જી ૨૪૧૨ના ચાલકે રિક્ષાને ધડાકા ભૈર ટક્કર મારી હતી આ અકસ્માતમાં રિક્ષામાં બેઠેલા રૃખીબેન કાનજી ઠાકોર ઉંમર વર્ષ ૭૦ અને કોમલબેન વિજયજી ઠાકોરને ઇજાઓ પહોંચી હતી જેમાં રૃખીબેનને ગંભીર ઇજાઓ પહોંચી હતી બંને જણાને સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં રૃખીબેન નું મોત થયું હતું અકસ્માત અંગે પોલીસે કારના ચાલક સામે ગુનો દાખલ કરી આગળની તપાસ ચલાવી છે.
(5:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
