<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd February 2026

નર્મદા જિલ્લામા જિલ્લા ભાજપ સંગઠનના નવા માળખાની જાહેરાત બાદ મહત્વની બેઠક યોજાઈ

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લામા જિલ્લા ભાજપ સંગઠનના નવા માળખાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી, તે અનુસંધાને જિલ્લા કમલમ ખાતે જિલ્લા ભાજપ સંગઠનની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવ તથા રાજપીપલા ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ સહિત નાઓની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.બેઠક દરમિયાન આગામી દિવસોમાં કેન્દ્ર સરકાર તેમજ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી વિવિધ જનકલ્યાણકારી યોજનાઓને જન-જન સુધી પહોંચાડવા માટે સંગઠનના કાર્યકર્તાઓને સક્રિય ભૂમિકા ભજવવાની હાકલ કરવામાં આવી હતી. સંગઠનને વધુ મજબૂત બનાવી, છેવાડા સુધીના માનવીને સરકારની યોજનાઓનો સીધો લાભ મળે તે માટે સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

  આ ઉપરાંત ગઈકાલે રજૂ થયેલા કેન્દ્રીય બજેટને પણ બેઠકમાં આવકારવામાં આવ્યું હતું. બજેટને સર્વસમાવેશક અને વિકાસલક્ષી ગણાવતા વક્તાઓએ જણાવ્યું હતું કે આ બજેટ દેશના ગરીબ, મધ્યમ વર્ગ, ખેડૂત, યુવા અને મહિલાઓ માટે લાભદાયી સાબિત થશે તેમજ છેવાડાના માનવીના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે. બેઠકમાં સંગઠનના પદાધિકારીઓ, મોરચા-પ્રકોષ્ઠના પ્રતિનિધિઓ તથા કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા

(10:28 PM IST)