તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 3rd February 2026
દેડીયાપાડા કૉલેજના વિદ્યાર્થીઓની રમતક્ષેત્રે અનોખી સિદ્ધિ

( ભરત શાહ દ્વારા )નર્મદા : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત ખાતે શૈક્ષણિક વર્ષ 2025-26 દરમિયાન વિશ્વવિદ્યાલયનો 52મો ખેલકૂદ રમતોત્સવ તા. 28 થી 31 જાન્યુઆરી-2026 દરમ્યાન યોજાયો હતો. જેમાં સરકારી વિનયન અને વિજ્ઞાન કૉલેજ, દેડીયાપાડાના કુલ 30 વિદ્યાર્થી-ખેલાડીઓએ વિવિધ રમતોમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો
આ રમતોત્સવમાં કૉલેજના વિદ્યાર્થી અર્જુનભાઈ વસાવાએ બરછી ફેંક સ્પર્ધામાં ઉત્તમ પ્રદર્શન કરી બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરી કૉલેજનું નામ ગૌરવપૂર્વક ઉજાગર કર્યું હતું.
(10:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
