<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th February 2026

ગુજરાતમાં ૧૬મીથી વિધાનસભા સત્રઃ બજેટનું કદ ૩ લાખ કરોડથી વધુ

નાણામંત્રી કનુભાઈ ૧૭મીએ બજેટ રજુ કરશેઃ દરેક વિભાગ દ્વારા નાણા વિભાગમાં જરૂરિયાત અંગે દરખાસઃ મહત્‍વની જાહેરાતો થશે

(અશ્‍વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગર, તા.૪: રાજય સરકારનું વર્ષ ૨૦૨૬-૨૦૨૭નું બજેટ સત્ર આગામી ૧૬ ફેબ્રુઆરીના રોજ મળી રહયું છે. ૧૭ ફેબ્રુઆરીના રોજ અંદાજીત નાણામંત્રી રજુ કરશે.

રાજય સરકારના નાણા વિભાગે સરકારના તમામ વિભાગોને પોતાના વિભાગની આગામી વર્ષ માટેની નાણાકીય જરૂરીયાત માટે વિગતવાર દરખાસ્‍તો તૈયાર કરવાની તાકીદ કરી છે. ઉપરાંત ગત વર્ષની કરવામાં આવેલ નાણાકીય જોગવાઈ મુજબ ખર્ચ થયો છે કે બાકી છે તેમ વિગતો પણ માંગી આવી છે.

આગામી વર્ષનું બજેટ અંદાજે ૩ લાખ કરોડ ઉપરનું થવા જઈ રહયું છે. આ બજેટમાં ખાસ કરીને આરોગ્‍ય વિભાગ, શિક્ષણ વિભાગ તેમ જ માર્ગ અને મકાન વિભાગ માટે વિશેષ જોગવાઈ કરવામાં આવશે અને નાણાકીય જોગવાઈ વધારે ફાળવવામાં આવશે તેમ મનાય રહયું છે.

બજેટ સત્રનું આહવાન થતાની સાથે જ સરકારના જૂદા જૂદા વિભાગો આગામી વર્ષ માટે જરૂરિયાત મુજબ નાણાકીય જોગવાઈઓ માટેની તૈયારીમાં લાગી ગયા છે.

આ અંદાજ પત્ર રજુ થયા બાદ દરેક વિભાગોની કરવામાં આવેલ જોગવાઈ વિવિધ માંગણીઓ રજુ થશે જેમાં ધારાસભ્‍યો પોતાના મંતવ્‍યો અને જરૂરી સુધારા વધારા અંગે ગૃહમાં ચર્ચા-પરાર્શ કરશે.

ત્‍યારબાદ જે વિભાગો અંગે કરવામાં આવેલ માંગણીની ચર્ચા બાદ જે તે વિભાગના મંત્રીઓ આ માંગણીઓના જવાબ આપશે.

આ વખતનું આ બજેટ સત્ર અંદાજે ૪૦ દિવસ સુધી ચાલશે, આ ઉપરાંત વિશેષ જાહેરાતો જે તે વિભાગના મંત્રીશ્રીઓ વિધાનસભાના નિયમોમાં નિયમ-૪૪ અંગે નિવેદનો કરશે. અને તેને સત્તાવાર રીતે વિધિગત રીતે ગણાવશે. હવે એ જોવાનું રહયું કે તાજેતરમાં નવા મંત્રીમંડળના સભ્‍યો પોતાના વિભાગના ઉત્તરો કેવી રીતે આપે છે.

(4:17 PM IST)