તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 4th February 2026
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ૫ હજારથી વધુ જગ્યાઓ ઉપર ભરતી કરાશે
સમાજ કલ્યાણ નિરીક્ષક, કાર્યપાલક અધિક્ષક, કલેકટર કચેરીમાં કલાર્ક, સિનીયર અને જુનિયર કલાર્ક ઉપર નિમણુંક કરાશે

અમદાવાદ, તા.૪: ગુજરાતમાં નોકરી શોધી રહેલા યુવાનો માટે મોટી તક સામે આવી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મોટી સંખ્યામાં ભરતીની જાહેરાત કરવામાં આવી છે.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) એ મોટી ભરતીની જાહેરાત કરી છે. સરકારી નોકરીની તૈયારી કરતાં યુવાનો માટે આ ભરતી એક સોનેરી તક માનવામાં આવી રહી છે. ગ્રુપ ખ્ની ૨૩૬૫ અને ગ્રુપ Bની ૩૦૦૫ જગ્યાઓ પર ભરતી કરવાની જાહેરાત કરવામાં આવી છે. ઉમેદવારો આ ભરતીમાં એપ્લાય કરવા માટે ૫ થી ૨૦ ફેબ્રુઆરી દરમિયાન ઓનલાઇન ફોર્મ ભરી શકશે.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરાયેલ ભરતી અંતર્ગત ઘણા પદ પર ભરતી કરવામાં આવશે, જેમાં સમાજ કલ્યાણ નિરીક્ષકની ૧૨૫ જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. જ્યારે કાર્યલાયક અધિક્ષકની ૩ જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. કલેકટર કચેરી ક્લાર્કની ૧૬૦૦ જગ્યાઓ ભરાશે, હેડ કલાર્ક ૧૩૪ જગ્યાઓ ભરવામાં આવશે, સિનિયર ક્લાર્ક માટે ૫૦૩ જગ્યાઓ પર ભરતી, જુનિયર ક્લાર્ક માટેની ૩૦૦૫ જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.
ઇચ્છુક ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in વેબસાઇટ પર જઈને ભરતી માટે અરજી કરવાની રહેશે. અરજી માટે ૫ થી ૨૦ ફેબ્રુઆરી દરમિયાન ઓનલાઇન ફોર્મ ભરાશે. ઉંમર મર્યાદા અનુસાર ઉમેદવારની લઘુત્તમ ઉંમર ૨૦ વર્ષ, જ્યારે મહત્તમ ઉંમર ૩૫ વર્ષ નક્કી કરવામાં આવી છે. અનામત વર્ગના ઉમેદવારોને સરકારના નિયમ પ્રમાણે ઉંમરમાં છૂટછાટનો લાભ મળશે.
પસંદગી પામનારા ઉમેદવારોને તેમના પદ પ્રમાણે, ૨૬૦૦૦ રૂપિયાથી લઈને ૪૯૦૦૦ હજાર રૂપિયા સુધીનો દર મહિને પગાર મળશે. અરજી કરવા માટે સામાન્ય વર્ગના ઉમેદવારોએ ૫૦૦ રૂપિયા ફી જમા કરવાની રહેશે, જ્યારે મહિલાઓ અને અનામત વર્ગના ઉમેદવારે ૪૦૦ રૂપિયા અરજી ફી ભરવાની રહેશે. ઉમેદવારોની પસંદગી ત્રણ તબક્કામાં થશે - પ્રિલિમિનરી પરીક્ષા, મેઇન્સ પરીક્ષા અને અંતિમ મેરિટ લિસ્ટ.
આ ભરતી માટે ઉમેદવારો પાસે કોઈ પણ સરકારી માન્યતા પ્રાપ્ત શૈક્ષણિક સંસ્થામાંથી તાાતક કરેલું હોવું જોઈએ અથવા સરકાર માન્ય સંસ્થામાંથી તેની સમકક્ષ લાયકાત ધરાવતો હોવો જોઈએ. આ સિવાય બેઝિક કમ્પ્યુટર જ્ઞાન, તેમજ ગુજરાતી અને હિન્દી ભાષાનું પૂરતું જ્ઞાન હોવું જરૂરી છે.
(4:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
