તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 4th February 2026
ગુજરાત રાજ્ય યોગ બોર્ડની ઐતિહાસિક પહેલ : વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે ૪૦ હજારથી વધુ નાગરીકો ઓનલાઇન યુટ્યુબ સત્રમાં લાઈવ જોડાયા : વિશેષ કાર્યક્રમનું નેતૃત્વ બોર્ડના ચેરમેન યોગસેવક શીશપાલજી દ્વારા કરાયુ
આમંત્રિત વક્તા તરીકે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત ન્યુટ્રીશન નિષ્ણાત ડો. બિશ્વરૂપ રોય ચૌધરી ખાસ ઉપસ્થિત રહ્યા : તમામ દર્શકોએ પોતાની જીવનશૈલી સુધારવા અને યોગને દૈનિક જીવનનો હિસ્સો બનાવવા માટે સામૂહિક સંકલ્પ લીધો

અમદાવાદ તા.૪
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા 'વિશ્વ કેન્સર દિવસ'ના ઉપલક્ષમાં આજે એક ભવ્ય અને જ્ઞાનવર્ધક 'યુટ્યુબ લાઈવ સત્ર'નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ વિશેષ કાર્યક્રમનું નેતૃત્વ બોર્ડના ચેરમેન યોગસેવક શીશપાલજી દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં આમંત્રિત વક્તા તરીકે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત ન્યુટ્રીશન નિષ્ણાત ડો. બિશ્વરૂપ રોય ચૌધરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ લાઈવ સત્રએ જાગૃતિની એક નવી મિસાલ પેશ કરી છે, જેમાં ગુજરાત અને દેશભરમાંથી ૪૦,૫૨૦ થી વધુ આરોગ્ય પ્રેમીઓ એકસાથે ડિજિટલ માધ્યમથી યુટ્યુબ લાઈવ સત્રમાં જોડાયા હતા. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય કેન્સર જેવી ગંભીર બીમારી પ્રત્યેના ડરને દૂર કરવાનો અને પ્રાકૃતિક જીવનશૈલી તથા સાચા આહાર દ્વારા તેનાથી બચવાના વૈજ્ઞાનિક રસ્તાઓ સમજાવવાનો હતો.
"કેન્સર એ બહારથી આવેલો કોઈ દુશ્મન નથી, પરંતુ આપણી ખોટી આદતોનું પરિણામ છે. યોગ અને પ્રાણાયામ શરીરની અંદર ઓક્સિજનનો એવો 'વિસ્ફોટ' કરે છે, જેમાં કેન્સરના કોષો જીવિત રહી શકતા નથી." યોગ બોર્ડનું મિશન માત્ર યોગ શીખવવાનું જ નથી, પરંતુ ગુજરાત અને દેશના દરેક ઘરને કેન્સર મુક્ત બનાવવા માટે એક 'જન-આંદોલન' ઊભું કરવાનું છે.
*કાર્યક્રમના મુખ્ય આકર્ષણો:*
લાઈવ ઈન્ગેજમેન્ટ: ૪૦,૫૨૦ થી વધુ લોકોની સહભાગિતાએ આ સત્રને યોગ બોર્ડના અત્યાર સુધીના સૌથી સફળ લાઈવ કાર્યક્રમોમાંનો એક બનાવ્યો છે. સત્રના અંતે તમામ દર્શકોએ પોતાની જીવનશૈલી સુધારવા અને યોગને દૈનિક જીવનનો હિસ્સો બનાવવા માટે સામૂહિક સંકલ્પ લીધો હતો.
કાર્યક્રમના અંતે ચેરમેન શ્રી શીશપાલજીએ તમામ યોગ કોચ, યોગ ટ્રેનર્સ, કાર્યકર્તાઓ અને જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો, જેમણે આ અભિયાનને ઘર-ઘર સુધી પહોંચાડવામાં મહત્વનું યોગદાન આપ્યું છે.
(4:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
