તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 4th February 2026
તાપી જિલ્લા ભાજપના સંગઠનનું માળખું જાહેર : વિવિધ મોરચાના પ્રમુખ અને મહામંત્રીઓની વરણી સાથે નવા હોદ્દેદારોની ટીમ તૈયાર : જુઓ સંપૂર્ણ સૂચિ
પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા અને મોવડી મંડળ સાથેની ચર્ચા બાદ જિલ્લા પ્રમુખ સુરજભાઈ વસાવા દ્વારા સંગઠનાત્મક નિમણૂકોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવી

વ્યારા, તા. 4 ફેબ્રુઆરી : તાપી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના સંગઠનને મજબૂત બનાવવાના હેતુથી આજે જિલ્લાના વિવિધ હોદ્દેદારો અને વિવિધ મોરચાના પ્રમુખ-મહામંત્રીઓની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા અને પ્રદેશના મોવડી મંડળ સાથે પરામર્શ કર્યા બાદ જિલ્લા ભાજપ પ્રમુખ સુરજભાઈ વસાવા દ્વારા આ નવીન યાદી જાહેર કરવામાં આવી છે. આ નિમણૂકોમાં જિલ્લાના તમામ તાલુકા અને નગરના સક્રિય કાર્યકરોને સ્થાન આપીને જ્ઞાતિ અને વિસ્તારનું સંતુલન જાળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
જિલ્લા સંગઠનના મુખ્ય હોદ્દેદારો
જિલ્લા સંગઠનમાં ઉપાધ્યક્ષ તરીકે યુવરાજભાઈ દગાજીરાવ મરાઠે (કુકરમુંડા), પ્રિતમભાઈ અજબસિંહ નાઈક (નિઝર), રૂવિશભાઈ ફત્યાભાઈ ગામીત (ઉચ્છલ), અનિલભાઈ રમણભાઈ ચૌધરી (ઉકાઈ), વિરલભાઈ શંકરભાઈ કોકણી (વ્યારા નગર), રસિકભાઈ છેતરીયાભાઈ કોકણી (ડોલવણ), શ્રીમતી સુનિતાબેન રમેશભાઈ ગામીત (વ્યારા તાલુકો) અને શ્રીમતી વૈશાલીબેન દિપેશભાઈ રાણા (વ્યારા નગર)ની વરણી કરવામાં આવી છે.
મહામંત્રી તરીકે અમિતભાઈ નટવરલાલ પટેલ (વાલોડ), નિખિલભાઈ ભીખુભાઈ શેઠ (સોનગઢ નગર) અને મૃણાલભાઈ યજ્ઞેશભાઈ જોશી (વ્યારા નગર)ને જવાબદારી સોંપાઈ છે.
મંત્રી તરીકે એડવોકેટ લક્ષ્મણભાઈ મગનભાઈ પાડવી, ટપુભાઈ હોથીભાઈ ભરવાડ, અર્જુનભાઈ લાલજીભાઈ ગામીત, શ્રીમતી કુમુદબેન રસિકભાઈ ચૌધરી, શ્રીમતી અર્ચનાબેન સુરેન્દ્રભાઈ વસાવા, શ્રીમતી નિતાબેન સુરજીભાઈ વળવી, શ્રીમતી મીરાબેન મગનભાઈ વસાવા અને શ્રીમતી અરૂણાબેન દિલીપભાઈ ગામીતની નિમણૂક થઈ છે. આ ઉપરાંત કોષાધ્યક્ષ તરીકે રવિન્દ્રભાઈ ઉદયનાથ દુબે અને કાર્યાલય મંત્રી તરીકે વાસવભાઈ નીતિનભાઈ દેસાઈની વરણી કરવામાં આવી છે. વિભાગીય જવાબદારીમાં સોશીયલ મીડિયામાં યકીનભાઈ દેસલે, આઈ.ટી.માં સ્વપ્નિલભાઈ વ્યાસ અને મીડિયા વિભાગમાં નરેન્દ્રભાઈ ભુવિચિત્રાને સ્થાન મળ્યું છે.
વિવિધ મોરચાના હોદ્દેદારોની યાદી
ભાજપના વિવિધ પાંખ (મોરચા) માટે પણ પ્રમુખ અને મહામંત્રીઓના નામો જાહેર કરાયા છે:
* યુવા મોરચો: પ્રમુખ તરીકે વિશાલભાઈ ભગુભાઈ પટેલ અને મહામંત્રી તરીકે કેતનભાઈ નાઈક તથા શુભમભાઈ જોશી.
* મહિલા મોરચો: પ્રમુખ તરીકે શ્રીમતી કલ્પનાબેન નિલેશભાઈ મિસ્ત્રી અને મહામંત્રી તરીકે શ્રીમતી મનિષાબેન દેસાઈ તથા શ્રીમતી યોગિતાબેન વળવી.
* કિસાન મોરચો: પ્રમુખ તરીકે મણીલાલભાઈ પુનાભાઈ પટેલ અને મહામંત્રી તરીકે જયમિનભાઈ વસાવા તથા શૈલેષભાઈ પટેલ.
* બક્ષીપંચ (OBC) મોરચો: પ્રમુખ તરીકે અશોકભાઈ ઠાકોરલાલ રાણા અને મહામંત્રી તરીકે રવિન્દ્રભાઈ તંબોલી તથા ભરતભાઈ ભંડારી.
* અનુસૂચિત જાતિ (SC) મોરચો: પ્રમુખ તરીકે રાકેશભાઈ દોલતભાઈ મહાલે અને મહામંત્રી તરીકે કૌશિકભાઈ કેદાર તથા ધર્મપાલભાઈ સાળવે.
* અનુસૂચિત જનજાતિ (ST) મોરચો: પ્રમુખ તરીકે કિશનભાઈ હગીયાભાઈ ગામીત અને મહામંત્રી તરીકે મનિષભાઈ વસાવા તથા જયદીપભાઈ ગાવિત.
* લઘુમતી મોરચો: પ્રમુખ તરીકે મોબીનભાઈ શકીલ અંસારી અને મહામંત્રી તરીકે મુશરફભાઈ કુરેશી તથા તોસિફભાઈ કુરેશી.
આ નિમણૂકોની નકલ પ્રદેશ પ્રમુખ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી તેમજ પ્રદેશ સંગઠનના મહામંત્રીઓને રવાના કરવામાં આવી છે. નવા નિમાયેલા હોદ્દેદારો આગામી સમયમાં ભાજપની વિચારધારાને ગામેગામ પહોંચાડવા માટે કાર્યરત થશે.
(5:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
