તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 4th February 2026
ગુજરાત વીજ નિયમન પંચ-GERCના સભ્ય તરીકે જતીન ઠક્કરને શપથ લેવડાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ
શપથ અવસરે જર્કના અધ્યક્ષ પંકજ જોષી, મુખ્ય સચિવ એમ. કે. દાસ, મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવ કુમાર, મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ ડૉ. વિક્રાંત પાંડે, તેમજ હાઇકોર્ટના નિવૃત જસ્ટિસ રાજેન્દ્ર સરીન સહિતના ઉપસ્થિત રહ્યા

ગાંધીનગર :મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાત વીજ નિયમન પંચ-GERCના સભ્ય તરીકે નિયુક્ત થયેલા જતીન ઠક્કરને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા.
આ શપથ અવસરે જર્કના અધ્યક્ષ પંકજ જોષી, મુખ્ય સચિવ એમ. કે. દાસ, મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવ કુમાર, મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ ડૉ. વિક્રાંત પાંડે, તેમજ હાઇકોર્ટના નિવૃત જસ્ટિસ રાજેન્દ્ર સરીન અને વીજ નિયમન પંચના સભ્યો સહિત વરિષ્ઠ સચિવો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
(7:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
