<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th February 2026

કોંગ્રેસ નેતા લાલજી દેસાઇના નિવેદનથી કલાજગતમાં ભારે રોષ : જીતુભાઇ વાઘાણીએ વળતો પ્રહાર કરતા રાજકારણમાં ગરમાવો

લાલજી દેસાઈનું નિવેદન સોશિયલ મીડિયામાં વાયરલ થતા જ લોકસાહિત્યકારો, ગાયકો અને કલાપ્રેમી જનતામાં ભારે નારાજગી

અમદાવાદ :તાજેતરમાં કોંગ્રેસ નેતા લાલજી દેસાઈ દ્વારા જાહેર મંચ પરથી કલાકારો અંગે કરવામાં આવેલા એક વિવાદાસ્પદ નિવેદને કલાજગતમાં ભારે રોષ જગાડ્યો છે. મોરબીમાં આયોજિત એક કાર્યક્રમમાં તેમણે કલાકારો અને ઉદ્યોગપતિઓ પર પ્રહાર કર્યા હતા.

 

કોંગ્રેસના નેતા લાલજી દેસાઈએ જાહેર સ્ટેજ પરથી કલાકારોના નામે નિશાન સાધ્યું હતુ. રતન ટાટા, ગૌતમ અદાણી અને મુકેશ અંબાણી અંગે તોછડાઈભરી ભાષામાં ભાષણ આપ્યું હતુ. કહ્યું હતુ કે કલાકારો ભેગા થઈને ગુજરાતી કહી નાક કપાવી રહ્યા છે. લાલજી દેસાઈ  આ નિવેદનો સોશિયલ મીડિયામાં વાયરલ થતા જ લોકસાહિત્યકારો, ગાયકો અને કલાપ્રેમી જનતામાં ભારે નારાજગી જોવા મળી રહી છે.

 

 

આ મામલે રાજ્ય સરકારના પ્રવક્તા જીતુભાઈ વાઘાણીએ આકરા શબ્દોમાં વળતો પ્રહાર કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, "કોંગ્રેસનું આ નિવેદન તેમના સંસ્કાર બતાવે છે. આવી હીન કક્ષાની ભાષા ગુજરાતની જનતા ક્યારેય સ્વીકારશે નહીં." જીતુભાઈ વાઘાણીએ ઉમેર્યું કે ગુજરાતના ગૌરવ સમાન કલાકારો માટે આવા અપમાનજનક શબ્દો વાપરવા તે અત્યંત નિંદનીય છે.

 

જીતુભાઈ વાઘાણીએ વધુમાં આક્ષેપ કર્યો કે કોંગ્રેસ ગુજરાતના વિકાસની ઈર્ષા કરી રહી છે. તેમણે કહ્યું કે, "કેટલાક ચોક્કસ લોકોને ખુશ રાખવા માટે કોંગ્રેસ આવા પાયાવિહોણા નિવેદનો કરે છે. સત્તાથી દૂર અને જનતા દ્વારા નકારાયેલી કોંગ્રેસ હવે ઘાંઘી થઈને વલખાં મારી રહી છે, પરંતુ તેમને લોક સ્વીકૃતિ મળતી નથી." તેમણે સ્પષ્ટ કર્યું કે કોઈપણ કલાકાર, જે સમાજને દિશા આપે છે, તેના માટે આવા શબ્દોનો પ્રયોગ અશોભનીય છે.  આ નિવેદન બાદ કલાકારોમાં પણ રોષ છે.

(9:51 PM IST)