તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Wednesday, 4th February 2026
નર્મદા જિલ્લામાં 46 જેટલા ભયજનક સ્થળો પર પ્રવેશ પ્રતિબંધ મૂકાયો.
રોજના લાખોની સંખ્યામાં પ્રવાસીઓની ભીડ જોવા મળતી હોય કોઈ દુર્ઘટના ના ઘટે એ માટે તંત્ર દ્વારા લેવાયો નિર્ણય

( ભરત શાહ દ્વારા ) નર્મદા:રાજ્ય સરકાર દ્વારા જોખમી પાણી વાળા સ્થળો, નદી નાળા, જળાશયો જ્યાં જ્યાં ડૂબી જવાની ઘટનાઓ બનવાની શક્યતા હોય તેવા ભયજનક સ્થળોની અધિકારીઓ દ્વારા મુલાકાત કરી એક યાદી બનાવી, આ પ્રકારના ભયજનક સ્થળોએ કોઈપણ વ્યક્તિઓ પ્રવાસીઓ જળાશયોમાં ન પ્રવેશે તે માટે જરૂરી પ્રતિબંધાત્મક હુકમો બહાર પાડવા સૂચના આપવામાં આવેલ છે.
આ હુકમના પગલે નર્મદા અધિક કલેક્ટર સી.કે.ઉંઘાડ દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.કે નર્મદા જિલ્લામાં આવા પાણી વાળા 46 જેટલા સ્થળો પર પ્રવાસીઓ કે સ્થાનિકો કે કોઈ પણ અન્ય લોકોને જવા પર પ્રતિબંધ ફરમાવ્યું છે. નર્મદા પોલીસ દ્વારા આ તમામ 46 સ્થળો પર પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે. જેમાં નાંદોદ તાલુકા વિસ્તારમાં જીતગઢ કરજણ ડેમના નીચેના ભાગે, પોઈચા ભાઠા, માંડણ ગામ, રામપુરા ઘાટ
કાળીયાભૂત ધોધ (જીતનગર બાર ફળિયા ગામ), ગામડી ભાઠા, કરજણ ઓવારા, ગુવાર ભાઠા, કરજણ બ્રીજ (રંગ અવધુત પાસે), પોઈચા બ્રીજ નીચે નર્મદા નદીમાં, ઓરી નર્મદા નદીનો કિનારો, સિસોદ્રા નર્મદા નદીનો કિનારો, પાટણા, વરાછા નર્મદા નદીનો કિનારો, જુના ઘાંટા ધોધ (ચોમાસા દરમિયાન), વિસાલખાડી,બાર ફળિયા વણઝર ખાતે કરજણ નદીમાં જુનારાજ , ગોરા હરિધામ આશ્રમના પાછળના ભાગે આવેલ ઓવારા, ગરુડેશ્વર વિયર ડેમના પાછળના ભાગે, ગરુડેશ્વર દત્ત મંદિર ઓવારા, વાસલા નદી કિનારા વિસ્તાર, એકતા ક્રુઝ જેટી પોઈન્ટ -01 (રમાડા હોટેલ પાછળ) સૂર્ય કુંડ (વાગડીયા), વાગડીયા અને ગોરા નવા બ્રીજ પાસે, ગોરા ત્યાગી ઘાટ (નર્મદા ઘાટ, નર્મદા આરતી સ્થળ પાસે), સ્ટેચ્યુ ઓફ યુનિટી જેટી પોઈન્ટ, વ્યૂ પોઈન્ટ નં.-01, 02 સરદાર સરોવર ડેમ, સરદાર સરોવર ડેમ પાછળ આવેલ બોટ પોઇન્ટથી મોખડી પોટાહાટ સુધી
ડાઇક નં.-01 ટેન્ટ સીટી-2 પાસે આવા 46 જેટલા સ્થળો પર પ્રવાસીઓ કે કોઈપણ સ્થાનિકો ને આ તમામ સ્થળો પર જાય નહીં અને જો જશે તો તેમના વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જેવી ચીમકી પણ આપવામાં આવી.
(11:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
