<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th February 2026

નવાગામ( ડેડીયાયાડા) રોડ પરથી ઈકો ગાડીમાં ભરી લઈ જવાતો રૂ.6.57 લાખનો પ્રોહી. મુદામાલ ઝડપાયો

( ભરત શાહ દ્વારા ) નર્મદા :નર્મદા જિલ્લાના નવાગામ( ડેડીયાયાડા) રોડ પરથી પોલીસે ઈકો ગાડીમાં ભરી લઈ જવાતા રૂ.6.57 લાખના પ્રોહી. મુદામાલ સાથે એક વ્યક્તિને ઝડપી ગુનો દાખલ કર્યો છે.

     મળતી માહિતી મુજબ દેડિયાપાડા પોલીસે ચેકીંગ દરમિયાન અર્જુનભાઇ અમરસીંગભાઇ વસાવા (ઉ.વ.૨૧)( રહે. માલ, મેડી ફળીયુ તા.ડેડીયાપાડા જી.નર્મદા) નાએ પોતાના કબ્જાની ઇક્કો ફોર વ્હીલ ગાડી નંબર GJ-16-CH-1640 મા ગેરકાયદેસર ભારતીય બનાવટના પ્લાસ્ટીકના ક્વાટરીયા નંગ-૧૨૦૦ કિંમત રૂપિયા ૨,૩૦,૪૦૦ તથા (૨) કિંગ ફિશર સ્ટ્રોંગ પ્રિમીયમ બીયર ૫૦૦ મી.લી.ના ટીન બીયર નંગ ૧૨૦ કિંમત રૂપિયા ૨૬,૪૦૦ મળી કુલ પ્રોહી. મુદ્દામાલ કિ.રૂ.૨,૫૬,૮૦૦ તથા કિ-પૈડ વાળો મોબાઇલ નંગ-૦૧ કિંમત રૂપીયા. ૫૦૦ તથા ઇક્કો ફોર વ્હીલ ગાડી નંબર GJ-16-CH-1640 ની કિંમત રૂપીયા.૪,૦૦,૦૦૦ મળી કુલ કિંમત રૂપીયા. ૬,૫૭,૩૦૦ સાથે ઝડપી લીધો હતો જ્યારે આ પ્રોહી.મુદામાલ દિનેશભાઇ માકતીયાભાઇ રાઉત (રહે.મોગરા પોસ્ટ, મોગરા તા.અક્કલકુવા જી. નંદુરબાર(મહારાષ્ટ્ર)નાઓ પાસેથી ભરી લાવી નરેશભાઇ વસાવા જેના પુરા નામની ખબર નથી તે (રહે.ખામ તા.ડેડીયાપાડા જી.નર્મદા) નાઓને આપવા જતો તે દરમ્યાન પોલીસ સ્થળ ઉપર પકડી ત્રણ વિરુદ્ધ ગુનો દાખલ કરી દેડિયાપાડા પોલીસે કાયદેસર કાર્યવાહી કરી છે.

(11:03 PM IST)