<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th February 2026

અમેરિકામાં ગુજરાતના વિકાસ પટેલની માનવ તસ્‍કરી : જાતિય શોષણના આરોપસર ધરપકડ

કેન્‍ટુ કી પોલીસને ટ્રાવેલસ એજન્‍ટ વિરૂધ્‍ધ ફરીયાદ મળેલ

અમદાવાદ, તા. પ : અમેરિકામાં માનવ તસ્‍કરી, બળાત્‍કાર અને છેતરપિંડીના આરોપસર ગુજરાતના પાટીદાર યુવકની ધરપકડ કરવામાં આવી હતી.

કેન્‍ટુકીના પડુકાહ પોલીસના જણાવ્‍યા અનુસાર, વ્‍યવસાયે ટ્રાવેલ એજન્‍ટ વિકાસ પટેલની સોમવારે બપોરે ધરપકડ કરવામાં આવી હતી અને તેને મેકક્રેકન કાઉન્‍ટી જેલમાં મોકલી દેવાયો હતો.

આ ધરપકડ ડિસેમ્‍બર ૨૦૨૫માં શરૂ થયેલી એક તપાસ બાદ કરવામાં આવી હતી. એક મહિલાએ પટેલ સાથે તેની નોકરી અને રહેવાની વ્‍યવસ્‍થા અંગે પોલીસમાં ફરિયાદ કર્યા બાદ આ કાર્યવાહી થઈ હતી.

મહિલાએ ફરિયાદમાં જણાવ્‍યું કે તે અગાઉ વિકાસ પટેલને ત્‍યાં કામ કરતી હતી અને નોકરી દરમિયાન તેની પાસેથી એપાર્ટમેન્‍ટ ભાડે લેવા માટે કરાર કર્યો હતો. એપાર્ટમેન્‍ટમાં રહેવા ગયા પછી, વિકાસે કથિત રીતે તેનો આખો પગાર રોકવાનું શરૂ કર્યું હતું, જે તેમના ભાડા કરારનો ભાગ નહોતો. મહિલાનો પગાર પટેલના બેંક ખાતામાં જમા કરવામાં આવતો હતો.

મહિલાએ વધુમાં આક્ષેપ કર્યો હતો કે નોકરી દરમિયાન  વિકાસે વારંવાર તેની મરજી વિરુદ્ધ જાતીય માંગણીઓ કરી હતી અને તેને અયોગ્‍ય રીતે સ્‍પર્શ કર્યો હતો. આ આરોપોના આધારે ડિટેક્‍ટિવ્‍સે તપાસનો વ્‍યાપ વધાર્યો હતો, જેના કારણે બીજી એક મહિલા પણ વધારાની માહિતી સાથે સામે આવી હતી.

બીજી ફરિયાદકર્તાએ પોલીસને જણાવ્‍યું કે જ્‍યારે તે સગીર હતી ત્‍યારે તે વિકાસને ત્‍યાં કામ કરતી હતી. તેણે આક્ષેપ કર્યો હતો કે તે સમયગાળા દરમિયાન તેને અન્‍ય એક પુરુષ સાથે વ્‍યવસાયિક જાતીય પ્રવળત્તિમાં ધકેલી હતી. તેણે તપાસકર્તાઓને એમ પણ જણાવ્‍યું કે નોકરી છોડ્‍યા પછી, તેને સામાન લેવા માટે બોલાવવામાં આવી હતી. જ્‍યારે તે હોટલ પર પહોંચી ત્‍યારે વિકાસ કથિત રીતે તેને લલચાવીને એક રૂમમાં મોકલી હતી, જ્‍યાં અજાણ્‍યા પુરુષ દ્વારા તેની પર બળાત્‍કાર કરવામાં આવ્‍યો હતો.

 

(2:50 PM IST)