News of Thursday, 5th February 2026
ગુજરાત સરકાર દ્વારા રાજયના ૮૮ ટકા ખેડૂતોની નોંધણી પૂર્ણઃ ૧૨% ખેડૂતોને નહીં મળે પીએમ કિસાનનો હપ્તો?
ડિજિટલ એગ્રી સ્ટેક પ્રોજેક્ટમાં ગુજરાતે મારી બાજી; ૫૯ લાખ ખેડૂતોનું રજિસ્ટ્રેશન કરાયું: પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ આપી માહિતી

નવી દિલ્હી, તા.૫: ડિજિટલ ઈન્ડિયા મિશન અંતર્ગત કળષિ ક્ષેત્રે ગુજરાતે રાષ્ટ્રીય સ્તરે મોટી સિદ્ધિ હાંસલ કરી છે. રાજ્ય સરકારના સતત પ્રયાસોને કારણે ફાર્મર રજિસ્ટ્રેશન મામલે ગુજરાત સમગ્ર દેશમાં અગ્રણી રાજ્યોમાં સ્થાન પામ્યું છે, જે વહીવટી કાર્યક્ષમતા દર્શાવે છે.
રાજ્યના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ આ અંગે સત્તાવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, ભારત સરકારના મહત્વકાંક્ષી ડિજિટલ એગ્રી સ્ટેક પ્રોજેક્ટ હેઠળ રાજ્યમાં કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. આ મહેનતના પરિણામે પી.એમ. કિસાન પોર્ટલ પર ખેડૂતોના રજિસ્ટ્રેશનની કામગીરીમાં ગુજરાતે ઉત્કળષ્ટ દેખાવ કરીને દેશમાં ચોથો ક્રમ મેળવ્યો છે.
આંકડાકીય વિગતો પર નજર કરીએ તો, અત્યાર સુધીમાં રાજ્ય સરકારે ૮૮% ખેડૂતોનું રજિસ્ટ્રેશન, કેવાયસી અને જમીનના દસ્તાવેજો અપલોડ કરવાની જટિલ કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરી લીધી છે. આ કામગીરી પૂર્ણ થવાથી યોજનાઓમાં પારદર્શિતા આવશે અને ખોટા લાભાર્થીઓને દૂર કરી શકાશે. જોકે ૮૮ ટકા ખેડૂતોનું રજિસ્ટ્રેશન થયું ત્યારે બાકીના જે ૧૨ ટકા ખેડૂતોનું રજિસ્ટ્રેશન થયું નથી તો તેમને પીએમ કિસાનનો આગામી હપ્તો મળશે કે નહીં તે એક મોટો સવાલ છે.ખેડૂતોને પારદર્શક રીતે સીધો લાભ મળે તે માટે રાજ્યમાં મોટાપાયે અભિયાન ચલાવવામાં આવ્યું હતું. જેના ફળસ્વરૂપે રાજ્યમાં કુલ ૫૯ Lakh લાભાર્થી ખેડૂતોએ ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલ પર પોતાની નોંધણી કરાવી છે. આ ડેટાબેઝ તૈયાર થવાને કારણે ભવિષ્યમાં ખેડૂતોને વિવિધ સરકારી યોજનાનો લાભ લેવો વધુ સરળ અને ઝડપી બનશે.
(3:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
