તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 5th February 2026
દેશના ૭૦ વર્ષથી વધુ વયના ૬ કરોડ લોકોનો આયુષ્યમાન વય વંદના યોજનામાં સમાવેશ
આરોગ્ય સેવાના લાભ અંગે નરહરિ અમીનના પ્રશ્ન સંદર્ભે જવાબ

રાજકોટ, તા.૫: શ્રી નરહરિ અમીન (સંસદસભ્ય, રાજ્યસભા) દ્વારા આયુષ્માન વય વંદના યોજના અંતર્ગત કેટલા કાર્ડ ઇસ્યુ થયા, કેટલાને લાભ મળ્યો અને યોજના હેઠળ કેટલી હોસ્પિટલ સારવાર પૂરી પાડે છે. તે બાબતે પ્રશ્ન પૂછતા આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્ય મંત્રીશ્રી પ્રતાપરાવ જાધવ જવાબમાં જણાવ્યુ હતું કે, ૮ આયુષ્માન ભારત - પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ભારતની વસ્તીના સૌથી નીચલા સ્તરના ૪૦% જેટલા ૧૨ કરોડ પરિવારોને ૩. ૫ લાખનું આરોગ્ય કવરેજ પૂરું પાડે છે. ઓક્ટોબર ૨૦૨૪ માં, આ યોજનાનો વ્યાપ આયુષ્માન વય વંદના કાર્ડ દ્વારા વધારવામાં આવ્યો હતો, જેમાં સામાજિક-આર્થિક સ્થિતિને ધ્યાનમાં લીધા વિના ૪૫ કરોડ પરિવારોના ૭૦ વર્ષ અને તેથી વધુ ઉંમરના ૬ કરોડ વરિષ્ઠ નાગરિકોને આવરી લેવામાં આવ્યા છે. તા.૩૧-૧૨-૨૦૨૫ સુધીમાં, બધા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં થઇને ૯૬.૭૩ લાખથી વધુ આયુષ્માન વય વંદના કાર્ડ બનાવવામાં આવ્યા છે. તા.૩૧-૧૨-૨૦૨૫ સુધીમાં, આયુષ્માન વય વંદના યોજના અંતર્ગત કુલ ૧૦૩૩ લાખ કાર્ડ ધારકોને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થવા માટે અધિકળત કરવામાં આવ્યા છે અને કુલ રૂ. ૨,૧૫૪૩૭ કરોડની રકમ ખર્ચ કર્યો છે. તે પૈકી, ૩.૭૩ લાખ મહિલા લાભાર્થીઓને એડમીટ કરીને ૩. ૮૨૦૩.૪૨ કરોડનો ખર્ચ કર્યો છે અને ૬.૪૦ લાખ ને એડમીટ કરીને ૩.૧૩૩૩.૯૪ કરોડની રકમ ખર્ચ થયો છે, તે બધા અમલીકરણ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોનાં પુરુષ લાભાર્થીઓને મળ્યો છે.
તા.૩૧-૧૨-૨૦૨૫ સુધીમાં, ૩૩,૨૭૦ થી વધુ હોસ્પિટલો AB-PMIAY હેઠળ પેનલમાં સામેલ કરેલ છે જેમાં ૧૭,૫૩૭ જાહેર અને ૧૫,૭૩૩ ખાનગી હોસ્પિટલોનો સમાવેશ થાય છે. આયુષ્માન વય વંદના કાર્ડ લાભાર્થીઓ કોઈપણ AB-PMJAY પેનલમાં સામેલ હોસ્પિટલોમાં સેવાઓનો લાભ લઇ શકે છે.
(4:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
