News of Thursday, 5th February 2026
ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ ફેબ્રુઆરી-૨૦૨૬ શાળાના કક્ષાની પ્રાયોગિક પરીક્ષાના ગુણ ઓનલાઇન ભરવા શાળાઓને સૂચના
પરીક્ષાર્થીના વિષયો બાબતે કે અન્ય કોઇ વિસંગતતા જણાય તો બોર્ડની ગાંધીનગર ખાતેની કચેરીની વિજ્ઞાન પ્રવાહ(ક) શાખાનો જરૂરી આધારો સાથે સંપર્ક કરવાનો રહેશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા માન્યતા પ્રાપ્ત રાજયની તમામ વિજ્ઞાન પ્રવાહ ધરાવતી ઉચ્ચતર માધ્યમિક શાળાઓના આચાર્યઓને જણાવવામાં આવે છે કે ધોરણ-૧૨ (વિજ્ઞાન પ્રવાહ) ફેબ્રુઆરી-૨૦૨૬ ના પરીક્ષાર્થીઓની શાળા કક્ષાના વિષય કોમ્પ્યુટર(૩૩૨)ની પ્રાયોગિક પરીક્ષા શાળા કક્ષાએથી લેવામાં આવેલ છે. કોમ્પ્યુટર(૩૩૨) વિષય ધરાવતા પરીક્ષાર્થીઓની પ્રાયોગિક પરીક્ષાના ગુણ બોર્ડની વેબસાઇટ scischool.gsebpractical.in અથવા gsebpractical.in અથવા gseb.org પરથી શાળા દ્વારા ઓનલાઇન તા.૦૫/૦૨/૨૦૨૬ થી તા.૨૧/૦૨/૨૦૨૬ દરમ્યાન ભરવાના રહેશે. જેની તમામ સંબંધિતોએ નોંધ લેવા અને સમય મર્યાદામાં વિદ્યાર્થીઓની પ્રાયોગિક પરીક્ષાના ગુણ ઓનલાઇન ભરવા જણાવવામાં આવે છે. પરીક્ષાર્થીના વિષયો બાબતે કે અન્ય કોઇ વિસંગતતા જણાય તો બોર્ડની ગાંધીનગર ખાતેની કચેરીની વિજ્ઞાન પ્રવાહ(ક) શાખાનો જરૂરી આધારો સાથે સંપર્ક કરવાનો રહેશે.
નોંધ:-પરીક્ષાર્થીઓના ગુણ પરીક્ષાર્થીઓના ફેબ્રુઆરી-૨૦૨૬ ની પરીક્ષાના આવેદનપત્રોના અરજી નંબર/SID NUMBER અથવા નામના આધારે ભરવાના રહેશે. ઓનલાઇન ગુણ ભરવા માટેની તમામ સૂચનાઓ આપની શાળાના ઇન્ડેક્ષ નંબર અને નોંધાયેલ મોબાઇલ નંબરથી લોગીન કર્યા બાદ ઓનલાઇન મળી રહેશે.
(6:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
