<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th February 2026

સુરત મનપાએ વેરાની બાકી વસૂલાત કરવા લીંબાયત ઝોનમાં મોટી કાર્યવાહી: કુલ 107 દુકાનો સીલ કરાઈ

મનપાની લાલ આંખ જોઈને કેટલાક વેપારીઓએ સ્થળ પર જ બાકી વેરો ચૂકવી દીધો: મનપાની આ ઝુંબેશ અંતર્ગત કુલ રૂ. 43 લાખ 74 હજારની વેરા વસૂલાત

સુરત મહાનગરપાલિકાએ વેરાની બાકી વસૂલાત અંગે કડક વલણ અપનાવતા લિંબાયત ઝોનમાં વ્યાપક કાર્યવાહી હાથ ધરી હતી. બાકી વેરો ન ભરનાર વેપારીઓ સામે કાર્યવાહી કરતાં મનપાએ કુલ 107 દુકાનો સીલ કરી હતી. આ કાર્યવાહી દરમિયાન મનપાની લાલ આંખ જોઈને કેટલાક વેપારીઓએ સ્થળ પર જ બાકી વેરો ચૂકવી દીધો હતો. મનપાની આ ઝુંબેશ અંતર્ગત કુલ રૂ. 43 લાખ 74 હજારની વેરા વસૂલાત કરવામાં આવી છે. દુકાનો સીલ કરવાની કામગીરીને કારણે સમગ્ર વિસ્તારમાં વેપારીઓમાં ફફડાટનો માહોલ સર્જાયો હતો.

 

(6:08 PM IST)