તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 5th February 2026
અમદાવાદ મનપામાં થનારી નવી ભરતી પ્રક્રિયામાં અનામતની જોગવાઈ અમલમાં મૂકવાની જાહેરાત
મનપામાં થનારી નવી ભરતી પ્રક્રિયામાં કુલ 33 ટકા અનામત મહિલાઓ માટે અને 4 ટકા અનામત દિવ્યાંગ ઉમેદવારો માટે રાખવામાં આવશે

અમદાવાદ મહાનગરપાલિકામાં નોકરીની તકમાં સામાજિક સમાનતા અને સમાવેશિતા સુનિશ્ચિત કરવા માટે પ્રથમવાર અનામતની જોગવાઈ અમલમાં મૂકવાની જાહેરાત કરવામાં આવે છે. આ મુજબ, મનપામાં થનારી નવી ભરતી પ્રક્રિયામાં કુલ 33 ટકા અનામત મહિલાઓ માટે અને 4 ટકા અનામત દિવ્યાંગ ઉમેદવારો માટે રાખવામાં આવશે
આ નિર્ણયથી મહિલાઓ અને દિવ્યાંગ વ્યક્તિઓને રોજગારની વધુ તકો પ્રાપ્ત થશે તેમજ તેઓને મુખ્ય પ્રવાહમાં જોડાવાનો અવસર મળશે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા લેવામાં આવેલો આ મહત્વપૂર્ણ નિર્ણય સમાજના તમામ વર્ગોને સમાન તક આપવા દિશામાં એક સકારાત્મક પગલું સાબિત થશે
(6:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
