<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th February 2026

રાજપીપળામાં બગીચામાં કોમર્શિયલ બાંધકામ અંગે હાઇકોર્ટમાં યુવરાજ મનવેન્દ્રસિંહ દ્વારા કરાઈ PIL

ખાણીપીણીની લારીઓની જગ્યાએ પાકી દુકાનો બનાવી શરત ભંગ કરી હોવાની ફરિયાદ:આર્થિક કટોકટીમાં આવકનું સાધન બનાવવા પાલિકાનો પ્રયાસ, ગાર્ડનને કોઈ નુકસાન નથી કરાયું : પાલિકા પ્રમુખ

( ભરત શાહ દ્વારા ) નર્મદા :રજવાડી નગરી રાજપીપળા માં પ્રજાના મનોરંજન અને આનંદ પ્રમોદ માટે ગાર્ડન માટે રાજાએ જમીન આપી જેમાં રાજપીપળા નગર પાલિકાએ ગાર્ડન બનાવ્યું જેને વર્ષોથી મેન્ટેન પણ રાખવામાં આવી રહ્યું છે. ત્યારે આર્થિક કટોકટીમાં વહીવટ કરતી રાજપીપળા નગરપાલીના સત્તાધીશો દ્વારા ગાર્ડન ના એક ભાગમાં ખાણી પાણીની લારીઓ ઊભી રહેતી હતી તેમને રોજ લઈ જવાનું પાછું લાવવાનું ખુલ્લામાં લારીઓ મૂકી રખાવી સહિત ની મુશ્કેલી સામે.22 જેટલી પાકી દુકાનો બનાવી આપી હતી.જેની હરાજી થાય અને લારીવાળાને આ દુકાનો સોંપાઈ એ પહેલા કોર્ટમાં જાહેર હિતની અરજી કરી જે કેશ હજુ ચાલુ છે.ત્યારે તાજેતરમાં પુનઃ રાજપીપળાના યુવરાજ માનવેન્દ્રસિંહ ગોહિલે ગુજરાત હાઈ કોર્ટમાં એક જાહેરહિતની અરજી કરી રાજપીપળા નગરપાલિકા સત્તાવાળાઓના સ્થાનિક ગાર્ડનની અનામત જગ્યા પર કોમર્શિયલ બાંધકામ કરી જાહેર નાણાંનો દૂરપયોગ કરાયો હોવાનો મુદ્દો ઉઠાવ્યો છે.જો કે, હાઇકોર્ટે અરજદાર પક્ષને કેટલા એરિયામાં બાંધકામ થયું છે તે સહિતની જરૂરી માહિતી પિટિશનમાં રજૂ કરવા તાકીદ કરી કેસની વધુ સુનાવણી 13 મી ફેબ્રુઆરીએ રાખવા માં આવી છે.
 નગરપાલિકા સત્તાવાળાઓ દ્વારા બગીચાના અનામત હેતુ માટે રખાયેલી જમીન પર ગેરકાયદે રીતે અને કોઇપણ પ્રકારની મંજૂરી વિના કોમર્શિયલ બાંધકામ હાથ ધરવામાં આવ્યું છે. તેથી હાઈકોર્ટે ગેરકાયદેસરતાને અટકાવવી સ્ટે મુકવામાં આવ્યો છે. મારા પર દાદા એ રાજપીપળાની જનતા માટે આ જમીન આપી હતી.તેમાં કોમર્શિયલ બાંધકામ કેમ કરી શકાય જે ખોટું છે.
આ બાંધકામ હટાવી દેવું જોઈએ : માનવેન્દ્રસિંહ ગોહિલ (યુવરાજ રાજપીપળા)
 રાજપીપળા નગરપાલિકા દ્વારા આર્થિક કટોકટીમાં આવક ઊભી કરવા મારી પહેલની આ દુકાનો બનાવવામાં આવી છે. આ દુકાનો ગાર્ડન ના એક ભાગમાં બનાવવામાં આવી છે.જેમાં ગાર્ડન નો કોઈ હિસ્સો ખરાબ કર્યો નથી લારીવાળાની.મુશ્કેલી દૂર કરી સામે પાલિકાને સારુ ભાડું મળે જેનાથી કર્મચારીઓ ના પગાર વિકાસના કામો થાય. એવો હેતુ  છે. એટલે રાજપીપળા ની જનતા અને રાજવી પરિવારે સાથ સહકાર આપવો જોઈએ : ધર્મિષ્ઠા પટેલ (પ્રમુખ, રાજપીપળા નગર પાલિકા)

(10:12 PM IST)