<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th February 2026

બાળકીનો શોષણખોર વ્‍યક્‍તિઓને ઓળખી પગલા આ રીતે ભરવા : અજય ચોધરી

રાજ્‍યના મુખ્‍ય પોલીસ વડા ડો. કે. એલ.એન.રાવ દ્વારા વધુ એક મહત્‍વનું પગલું: ૩૦ દિવસના એકશન પાલનમાં રોજે રોજની ટોપ ટુ બોટમ માહિતી પૂરી પાડી છે...... CID વિભાગના વુમન સેલના એડી ડીજીપી પોક્‍સોના કાયદાની જડબેસલાક ચાલતી અમલવારી અંગે અકિલા સમક્ષ અથ થી ઈતિ સુધીનું વર્ણવે છે : કોઇ અજુકતુ બન્‍યું હોય કે અજુકતુ બનવાની શક્‍યતા હોય તેવા બાળકો પાસેથી સી ટીમે પ્રેમથી બાળક પાસેથી માહિતી મેળવી લેવી.અને જવાબદારીએ તાકીદે એકશન લેવા

રાજકોટ તા. ૬: રાજ્‍યના મુખ્‍ય પોલીસ વડા તરીકે ચાર્જ સંભાળતા સાથે જ લોકોની વિવિધ સમસ્‍યાઓ અંગે વન ડે વન ડિસ્‍ટિક્‍ટ સહિતના પ્‍લાન અમલમાં મૂકી સમસ્‍યાઓના મૂળ સુધી જવા ડો કે એલ એન.રાવ દ્વારા  CID વિભાગમાં  વુમન સેલ જેવી જવાબદારી સંભાળતા એડિશનલ ડીજીપી અજય ચોધરી સાથે ચર્ચા કરી સગીર બાળકો, બાળકીઓ વિરુદ્ધના આકરાધો ખૂબ ગંભીરતાથી લેવા સાથે આ લગત તમામકાયદાઓ જડબેસલાક અમલ કરવા માટે શરૂ થયેલ ૩૦ દિવસના એકશન પ્‍લેનમાં ખૂબ મોટી સફળતાઓ મળી હોવાનું સિનિયર IPS અજય ચૌધરીએ અકિલા સાથેની વાતચીતમાં જણાવ્‍યું હતું.

CNCP (Children in Need of Care and Protection), CCL (Child in Conflict with Law), CVC ( Child Victim of Crime) અને શોષણકારી પરિસ્‍થિતિઓ હેઠળ જોખમ અનુભવતા બાળકોની ઓળખ કરી,-POCSO એક્‍ટ અને બાળ-સંબંધિત કાયદાઓનો કડક અમલ કરાવવો. પીડિતોને તાત્‍કાલિક રક્ષણ, બચાવ અને સહાય મળી રહે તે માટે બાળ સુરક્ષા સંસ્‍થાઓ સાથે સુદ્રઢ સંકલન કરી કાયદાકીય સહાય અપાવવી. POCSO એક્‍ટ, ૨૦૧૨, જુવેનાઇલ જસ્‍ટિસ (બાળકોની સંભાળ અને સંરક્ષણ) અધિનિયમ- ૨૦૧૫, બાળ લગ્ન પ્રતિબંધ અધિનિયમ-૨૦૦૬, બાળ અને કિશોર મજૂર અધિનિયમ, RTE એક્‍ટ- ૨૦૦૯, જાતીય અપરાધો સંબંધિત BNSS/ BNS જોગવાઈઓ, અનૈતિક વ્‍યાપાર (પ્રિવેન્‍શન) એક્‍ટ, બોન્‍ડેડ લેબર કાયદા વિગેરે કાયદા નુ પાલન કરાવી બાળકોના રક્ષણ માટે ૩૦-દિવસનો એક્‍શન પ્‍લાન.... ૩૦ દિવસના એકશન પ્‍લાન મુખ્‍ય પોલીસ વડા અને અમોએ ખૂબ અભ્‍યાસપૂર્ણ મીટીંગો કરી પ્રત્‍યેક દિવસે શું કરવું? તેની નાનામાં નાની વિગતો સામેલ કરી છે.

આ બાબતનું ઉદાહરણ આપતા અજય ચીધસરીએ આ માસ્‍ટર પ્‍લાનના પ્રથમ દિવસનું દ્રષ્ટાંત આપેલ તમામ SHE TEAM ને ઉચ્‍ચ અધિકારી દ્વારા શહેર/ જિલ્‍લા સ્‍તરથી બ્રીફિગ કરી CNCP (Child in Need for Care and Protection), CCL (Child in Conflict with Law), CVCs ૧૦૫૨૯ કરવુ અને POCSO હેઠળ શું કરવું અને શું ન કરવું (પીડિત-કેન્‍દ્રિત હેન્‍ડલિગ) તેમજ જે બાળકો સાથે કઈ અણબનાવ બનેલ હોઇ કે બનવાની શક્‍યતાઓ હોઈ તેવા બાળકોની ઓળખ માટે મુદાઓ તારવી એક્‍શન લેવા માટે સુચના કરવી.

(11:52 AM IST)