તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 6th February 2026
અમરેલીમાં કામનાથ બ્રિજ બનાવવા રૂ.૨૨ કરોડ મંજુર
ધારાસભ્ય કૌશિક વેકરિયાનું વધુ એક પ્રજાલક્ષી કાર્ય

ગાંધીનગર, તા.૬: અમરેલી શહેરમાંથી પસાર થતા અમરેલી-જેસીંગપરા બ્રીજ (કામનાથ બ્રીજ) બનાવવા માટે રૂા. ૨૨ કરોડની મંજૂરી અમરેલીના ધારાસભ્ય અને રાજયના મંત્રીશ્રી કૌશિક વેકરિયાએ અપાવી છે.
સદર બ્રીજ ૭૦ વર્ષ જૂનો અને ખૂબ જ જર્જરિત હાલતમાં હોય, આ બ્રીજને વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવેલ હતો. આ બ્રીજ પરથી દૈનિક આશરે ૨૦ થી ૨૫ હજાર નાગરિકોની અવર-જવર રહેતી હોવાથી તેમજ પ્રજાજનોની સુરક્ષાના હેતુંથી રૂા.૨૨ કરોડના માતબર ખર્ચે અતિઆધુનિક સબમર્સિબલ બ્રીજ મંજૂર થાય એ માટે રાજયના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ભારપૂર્વક રજૂઆત કરેલ. જે અન્વયે સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા અમરેલી શહેરમાંથી પસાર થતા અમરેલીપ્રજેસીંગપરા બ્રીજ (કામનાથ બ્રીજ) બનાવવા માટે રૂા. ૨૨ કરોડના કામને સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યું છે.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઇ સંઘવીનો આભાર વ્યક્ત કર્યાનું કાયદા મંત્રીશ્રી કૌશિક વેકરિયા જણાવે છે.
(1:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
