તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 6th February 2026
ગાંધીનગર મનપાનું 2026-2027 માટે રૂ.1903.08 કરોડનુ ડ્રાફ્ટ બજેટ રજૂ : પોણા અગિયાર ટકાનો વધારો સુચવાયો
ડ્રાફ્ટ બજેટ માં પ્રોપર્ટી ટેક્સ, વાહન ટેક્સમાં કોઈ વધારો નહીં: મિલકત વેરામાં 10 ટકા રિબેટની યોજના બે માસના બદલે 3 માં અપાશે :ગ્રીન કોરિડોર તરીકે ભાઈજીપુરાથી અડાલજ અંદાજિત લંબાઈ. 8 કિમી અને પહોળાઈ 80 મીટર કરાશે

ગાંધીનગર મનપાનું 2026-2027 માટે રૂપિયા 1903.08 કરોડનુ ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું છે. આ બજેટ માં પોણા અગિયાર ટકાનો વધારો સૂચવ્યો છે. આ ડ્રાફ્ટ બજેટ માં પ્રોપર્ટી ટેક્સ, વાહન ટેક્સમાં કોઈ વધારો નહીં. મિલકત વેરામાં 10 ટકા રિબેટની યોજના બે માસના બદલે 3 માં આપવામાં આવશે.
ગ્રીન કોરિડોર તરીકે ભાઈજીપુરા થી અડાલજ અંદાજિત લંબાઈ. 8 કિમી અને પહોળાઈ 80 મીટર કરાશે. Pm ઇ બસ જનતા માટે મૂકવામાં આવશે પ્રથમ તબક્કામાં 40 અને બીજા તબક્કામાં 60 બસો મુકાશે. ટૂંક સમયમાં પ્રોજેક્ટ અમલી બનશે
. પાણી ની ગુણવત્તા અને લિકેજિસના નીરાકરણ માટે અધ્યતન ટેક્નોલોજી દ્વારા મોનીટરીંગ નું આયોજન. કુલ 272 m.l.d. ક્ષમતા વાળા 3 સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ નું આયોજન. અમિયાપુર, પેથાપુર , કોબા, પોર, પાલજ, કોટેશ્વર, ભાટ, ખાતે કોમ્યુનિટી હોલનું આયોજન છે .
સેકટર 11 ખાતે બિઝનેસ કોરિડોર ડેવલપમેન્ટ તરીકે વિકસાવવામાં આવશે. સેકટર 22./23 ખાતે અંડરપાસ. અંબાપુર વાવની આજુબાજુના વિસ્તારને હેરિટેજ પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવશે.. રોડ સેફ્ટી માટે 10 કરોડ ની જોગવાઈ કરાઈ. તહેવાર પરંપરા અને સિઝન અનુરૂપ નવા 5 સ્વદેશી બજાર બનાવવામાં આવશે.
70 મીટર સુધીની હાઇરાઇઝ બિલ્ડિંગ માટે ફાયર સેફ્ટીના વાહનો માટે 8 કરોડની જોગવાઈ. છે.રિલાયન્સ ચોકડી સર્કલ પાસે ફ્લાય ઓવર બ્રિજ બનાવવામાં આવશે. મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ નું આયોજન. વાવોલ ખાતે દેશી રમત ગમત મેદાન બનાવવવા નું પણ આયોજન છે . વેજિટેબલ, માર્કેટ,કડિયા નાકા,પર્ફોર્મિંગ આર્ટસ સેન્ટર નું આયોજન. 2025.26 માં 1718.03 અને 2026.27 ના બજેટ માં 1903.08 કરોડ. અંદાજિત 11 ટકા નો વધારો સુચવાયો છે .
(6:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
