<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th February 2026

ગાંધીનગરના રાયસણમાં મહાશિવરાત્રીના પાવન અવસરે વિશાળ હિન્દુ સંમેલનનું ભવ્ય આયોજન

કાર્યક્રમ દરમિયાન બાળકો દ્વારા વિવિધ સ્પર્ધાઓ અને પ્રસ્તુતિઓ રજૂ કરશે જેમાં પૌરાણિક અને ઐતિહાસિક પાત્રો પર આધારિત એકાકી નાટક, નૃત્ય અને ભજન, વક્તવ્ય તથા વેશભૂષાનો સમાવેશ

ગાંધીનગરના રાયસણ વિસ્તારમાં આવેલા પ્રખ્યાત પંચેશ્વર મંદિર ખાતે આગામી તા. ૧૫ ફેબ્રુઆરી, ૨૦૨૬ને રવિવારના રોજ ‘હિન્દુ સંમેલન આયોજન સમિતિ’ દ્વારા એક વિશાળ હિન્દુ સંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. મહાશિવરાત્રીના પાવન અવસરે યોજાનારા આ કાર્યક્રમમાં બાળકો માટે સાંસ્કૃતિક પ્રસ્તુતિઓનું વિશેષ આકર્ષણ રાખવામાં આવ્યું છે.
આ સંમેલનનો મુખ્ય ઉદ્દેશ્ય નવી પેઢીમાં હિન્દુ સંસ્કૃતિના મૂલ્યોનું સિંચન કરવાનો છે. કાર્યક્રમ દરમિયાન બાળકો દ્વારા વિવિધ સ્પર્ધાઓ અને પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવશે. જેમાં પૌરાણિક અને ઐતિહાસિક પાત્રો પર આધારિત એકાકી નાટક, નૃત્ય અને ભજન, વક્તવ્ય તથા વેશભૂષાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
રાયસણના પંચેશ્વર મંદિર ખાતે મહાશિવરાત્રીના રોજ રાત્રે ૮:૩૦ કલાકે યોજાનાર આ ભવ્ય સમારોહમાં સહભાગી થવા અને બાળકોનું પ્રોત્સાહન વધારવા માટે હિન્દુ સંમેલન આયોજન સમિતિ દ્વારા તમામ ધર્મપ્રેમી જનતાને હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. ઉપરોક્ત સંસ્કૃતિક કાર્યક્રમમાં જે બાળકો ભાગ લેવા ઈચ્છતા હોય, તેમના વાલીઓએ નીચે આપેલી લિંક પર જઈને પોતાની વિગતો ભરવાની રહેશે.
ફોર્મ લિંક: https://docs.google.com/forms/d/e/1FAIpQLSdR2V5-Z0lUbG6g9M-u-9_P85XdY9DhHwfIaS9bueKQr7e1Dg/viewform?usp=publish-editor

(9:18 PM IST)