<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th February 2026

રાજપીપળા નગરપાલિકામાં રેગ્યુલર ચીફ ઓફિસર સહિત કેટલાક રસ્તાઓને લઈને સાંસદની રજૂઆત

જિલ્લા ભાજપ પ્રમુખ ધારાસભ્યને લેખિત પત્ર લખી કહ્યું તમે રજૂઆત કરો

( ભરત શાહ દ્વારા ) નર્મદા:સાંસદ મનસુખભાઈ વસાવા હાલ લોક સભાના બજેટ સત્રમાં હોય તેમને પાલિકામાં ચીફ ઑફિસર વગર જે તકલફી લોકોને પડી રહી જેની લેખિતમાં રજૂઆત કરી છે

     સાંસદ મનસુખભાઈ  વસાવા એ લખ્યું છે કે છેલ્લા આઠ મહિનાથી રાજપીપળા નગરપાલિકા ના ચીફ ઓફિસરની ખોટી રીતે બદલી કરાવી રાજપીપલા નગરપાલિકામાં ચીફ ઓફિસર ચાર્જમાં વહીવટ કરે છે. તાજેતરમાં ગુજરાતની તમામ નગરપાલિકાઓમાં ચીફ ઓફિસરઓની બદલી થઈ પરંતુ રાજપીપલામાં નવા ચીફ ઓફિસર મુકાયા નથી, કાયમી ચીફ ઓફિસર નહીં હોવાના કારણે રાજપીપલા નગરના વિકાસના કામો અટકી પડ્યા છે. નવા રોડ રસ્તા મંજૂર થયા છે પરંતુ ચીફ ઓફિસરની સહી વગર કામો થઈ શકતા નથી. 

  આ ઉપરાંત રાજપીપલાના ઘણા અગત્યના પ્રાણ પ્રશ્નો અટવાઈ પડ્યા છે. હિન્દુ દેવસ્થાન કમિટીની રચના પણ નથી થતી. આ ઉપરાંત ડેડીયાપાડા તાલુકાના ૩ નવા બ્રિજ ૨૯ કરોડના ખર્ચે મંજૂર થયા છે. જેનું ખાતમુહૂર્ત માનનીય પ્રધાનમંત્રીશ્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ બ્રિજ ઉપરાંત ૫-૬ રોડ રસ્તા કરોડો રૂપિયાના ખર્ચે મંજૂર થયેલા છે. આ કામો ડી.એફ.ઓ વન વિભાગના અધિકારી ફોરેસ્ટના કાયદા કાનૂના બહાને કામો અટકાવી દીધા છે અને કોન્ટ્રાક્ટરોના સાધનો મશીનો જપ્ત કરી લીધા છે. તો આ તમામ કામો સરકારમાં આ મહાનુભાવીએ રજૂઆત કરીને સોલ્વ કરવા જોઈએ. સંગઠનમાં આપ માહિર છો તે બહુ સારી બાબત છે. પરંતુ પ્રજાના પ્રશ્નોનો ઝડપી ઉકેલ આવશે તો જ સંગઠન મજબૂત બનવાનું છે. હાલમાં જ પ્રદેશ ભાજપના મહામંત્રી ડૉ. પ્રશાંતભાઈ કોરાટજી નર્મદા જિલ્લામાં પધારેલા હતા ત્યારે તેઓનું આ બાબતે ધ્યાન દોર્યું હોત તો પણ ઘણું સારું કહેવાત. નગરપાલિકાના ચીફ ઓફિસરની ખોટી રીતે બદલી કરીને તેમની ખાલી જગ્યામાં બીજા ચીફ ઓફિસર કાયમી મૂકતા નથી તો પ્રજા મુખે એવું ચર્ચાઇ રહ્યું છે કે, રાજપીપલા નગરપાલિકાના મહિલા પ્રમુખનો વહીવટ ખરાબ દેખાય તે ઈરાદાથી ચીફ ઓફિસર નવા મુકતા નથી. તો આપ બહોસ પદાધિકારીઓને મારી નમ્ર વિનંતી છે કે તાત્કાલિક નગરપાલિકાના ચીફ ઓફિસર ચૂંટણી પહેલા મૂકો તો નગરજનોને ફાયદો થશે.

(10:23 PM IST)