તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 6th February 2026
નર્મદા : 15000થી વધુ મતદારો હયાત હોવા છતાં સાત નંબરનું ફોર્મ ભરનાર પર કાયૅવાહી કરવા આપની રજુઆત

( ભરત શાહ દ્વારા ) નર્મદા: SIRની કામગીરીમાં નર્મદા જિલ્લાની 148 નાદોદ વિધાનસભા અને 149 ડેડીયાપાડા વિધાનસભા માં આવેલ પ્રાંત અધિકારી દ્વારા 15000થી પણ વધુ મતદારો હયાત હોવા છતાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો દ્વારા સાત નંબરનું ફોર્મ ભરી ખોટી રીતે નામો કમી કરવાની અરજીઓ કરી હતી જે બાબતે પ્રાંત અધિકારીને મળી નર્મદા જિલ્લામાં આવેલ નાંદોદ અને ડેડીયાપાડાની બંને વિધાનસભામાં જે જે મતદારોને ખોટી રીતે અરજીઓ કરી એમને નોટિસો આપવામાં આવી છે તેવા તમામ અરજદારોના સીસીટીવી ફૂટેજ અને રજીસ્ટરમાં તેમના નામ નંબર અને તે ક્યાંના છે તેની તમામ માહિતી આપવામાં આવે, અગાઉ જેટલી પણ અરજીઓ મળી છે તેમાં તમામ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓના નામનો ઉલ્લેખ થઈ રહ્યો છે એ બાબતે પ્રાંત અધિકારી દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને આજ દિન સુધી તેમની ઉપર એક્શન જિલ્લા પ્રશાસન અને વહીવટી તંત્ર દ્વારા કાયદાકીય કાર્યવાહી કેમ કરવામાં આવી નથી એ બાબતે પણ તમામ તપાસ થાય અને તમામ અરજદારોની સંપૂર્ણ માહિતી આપવા માટે નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટીના હોદ્દેદારોએ રજૂઆત કરી છે.
(10:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
