<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th February 2026

નર્મદા જિલ્લાના નાંદોદ, તિલકવાડા તથા ગરુડેશ્વર ખાતે જનસંપર્ક અંતર્ગત કાર્યક્રમ યોજાયો

ભાજપ સરકાર હંમેશા “સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ”ના મંત્ર સાથે જનતાના કલ્યાણ માટે સતત કાર્યરત છે : ડૉ. પ્રશાંતભાઈ કોરાટ

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લાના નાંદોદ, તિલકવાડા તથા ગરુડેશ્વર ખાતે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મહામંત્રી ડૉ. પ્રશાંતભાઈ કોરાટનું ભવ્ય સ્વાગત અને સત્કાર કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ ખાસ કરીને જનસંપર્ક અંતર્ગત યોજાયો, જેમાં જનતા સાથે સીધો સંવાદ સ્થાપિત કરવાનો મુખ્ય હેતુ રહ્યો.

આ અવસરે કેન્દ્ર તથા રાજ્યની ભાજપ સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી વિવિધ જનકલ્યાણકારી અને લોકહિતકારી યોજનાઓ, તેમજ દેશહિતમાં લેવામાં આવેલા અભૂતપૂર્વ અને ઐતિહાસિક નિર્ણયો અંગે જનતાને વિસ્તૃત માહિતી આપવામાં આવી. સરકારની નીતિઓ અને વિકાસકાર્યો પ્રત્યે જનતામાં વિશાળ વિશ્વાસ અને ઉત્સાહ જોવા મળ્યો હતો.
કાર્યક્રમ દરમિયાન ડૉ. પ્રશાંતભાઈ કોરાટે જણાવ્યું હતું કે, ભાજપ સરકાર હંમેશા “સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ”ના મંત્ર સાથે જનતાના કલ્યાણ માટે સતત કાર્યરત છે અને જનસંપર્ક દ્વારા જનવિશ્વાસ વધુ મજબૂત બનતો જાય છે.
આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવ, ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ, જિલ્લાના હોદ્દેદારો, મંડલ હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

(10:26 PM IST)