<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th February 2026

બપોરના સમયે ઉનાળાના અહેસાસ વચ્ચે ગુજરાતમાં શિયાળો 20 ફેબ્રુઆરી પછી વિદાય લેશે: અંબાલાલ પટેલની આગાહી

ઉત્તર સૌરાષ્ટ્ર અને પર્વતીય વિસ્તારોમાં કમોસમી વરસાદની અસર રાજ્યના ખેડૂતો માટે પડકારરૂપ બની શકે

અમદાવાદ :ગુજરાતમાં શિયાળો જામ્યો પરંતુ આ વર્ષના થોડો લેટ જામ્યો હતો. ખેડૂતો રાહ જોઈ જોઈને થાકી ગયા પછી ઠંડી પડવા લાગી. ત્યાં સુધીમાં ખેડૂતોના પાકને જોઈએ તેવી ઠંડી મળી અને તેની અસર પાકના ઉત્પાદનમાં જોવા મળી હતી. કમોસમી વરસાદને કારણે ઘણા ખેડૂતોનો તો ઉભે ઉભો પાક બરબાદ થઈ ગયો હતો.

સવાર-સાંજ હજૂ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે અને બપોરના સમયે ઉનાળાનો અહેસાસ થઈ રહ્યો છે. હવે સવાલ એ થઈ રહ્યો છે કે આવનારા દિવસોમાં ગુજરાતમાં ઠંડી કે વરસાદ કે ગરમી પડે છે કે શું. ખાસ કરીને આ વિશે ખેડૂતો રાહ જોઈ રહ્યા છે. ખેડૂતો રાહ જોઈ રહ્યા છે તેનું કારણ એ છે કે ઠંડી કે વરસાદ કે ગરમીને ધ્યાનમાં રાખીને ઉનાળુ પાકનું વાવેતર કરવામાં આવે છે. આ વચ્ચે અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ગુજરાતમાંથી ઠંડી ક્યારે વિદાય લેશે.

IMD દ્વારા જાહેર કરાયેલા એલર્ટ પ્રમાણે અરવલ્લી, મહિસાગર, દાહોદ અને પંચમહાલ જિલ્લાઓમાં હળવો વરસાદ પડી શકે છે. આ સમયગાળા દરમિયાન પવનની ગતિ સામાન્ય કરતા વધુ રહેશે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ગુજરાતમાં શિયાળો 20 ફેબ્રુઆરી પછી વિદાય લેશે, ત્યારબાદ ધીમે ધીમે હવામાન નોર્મલ થવાનું શરૂ થશે. ખાસ કરીને ઉત્તર સૌરાષ્ટ્ર અને પર્વતીય વિસ્તારોમાં કમોસમી વરસાદની અસર રાજ્યના ખેડૂતો માટે પડકારરૂપ બની શકે છે.

 

(10:54 PM IST)