તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 6th February 2026
બગોદરામાં એકલ માતાજીના મંદિરના ચોગાનમાં ઝાડ સાથે દોરડું બાંધી પ્રેમીયુગલે આત્મહત્યા કરી
આ પ્રેમી યુગલ છેલ્લા પંદર દિવસથી ઘરેથી ભાગી ગયું હતું: ઘટનાસ્થળેથી પોલીસને ત્રણ મોબાઈલ ફોન, બેગ અને દસ્તાવેજો સહિતનો સામાન મળ્યો

અમદાવાદ :બાવળા તાલુકાના બગોદરાામં પ્રેમીયુગલે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી હતી.
બગોદરામાં આવેલા એકલ માતાજીના મંદિરના ચોગાનમાં લીમડાના ઝાડ સાથે દોરડું બાંધી એક પ્રેમીયુગલે આત્મહત્યા કરી છે. મૃતકોની ઓળખ કેશરડી ગામની કિંજલબેન બાબુભાઈ રાઠોડ અને મીઠાપુરના વતની (હાલ ચિયાડા રહેતા) ગૌતમ પરસોતમભાઈ જાદવ તરીકે થઈ છે.
મળતી માહિતી મુજબ, ગૌતમ જાદવ પરિણીત હતો અને પત્ની સાથે રહેતો હતો. ચર્ચા છે કે, આ પ્રેમી યુગલ છેલ્લા પંદર દિવસથી ઘરેથી ભાગી ગયું હતું. ઘટનાસ્થળેથી પોલીસને ત્રણ મોબાઈલ ફોન, બેગ અને દસ્તાવેજો સહિતનો સામાન મળી આવ્યો છે.
આ ઘટનાની જાણ થતાં જ બગોદરા પોલીસ અને 108ની ટીમ સ્થળ પર પહોંચી હતી. પોલીસે બંનેના મૃતદેહોને નીચે ઉતારી, પંચનામું કરી પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરી છે. આ ઉપરાંત પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
(11:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
