તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Saturday, 7th February 2026
સ્પેશિયલ ડ્રાઈવ યોજીને 54 વાહન ચાલાક મોડિફાઈડ ‘વ્હાઈટ LED’ લાઈટ રાખનાર પર સુરત RTO હવે એક્શનમાં :એક માસમાં 250 વધુ કેસ,6000 સુધીના દંડની વસૂલાત ,
નેશનલ અને એક્સપ્રેસ હાઈવેને જોડતા ચેકપોઈન્ટ્સ પર આર ટી ઓ ધ્વરા 24/7 (રાઉન્ડ ધ ક્લોક) ચેકિંગ

સુરત શહેર અને જિલ્લા ના રસ્તા પર રાત્રે આંખો અંજાવી દેતી ‘વ્હાઈટ LED’ સામે સુરત RTO હવે એક્શનમાં ગત રાત્રી દરમિયાન 54 વાહન ચાલાક વિરૂઘ્ઘ ચલણ બનાવાયા :એક માસ માં 250 વધુ કેસ, 6000 સુધીના દંડની વસૂલાત , સુરત જિલ્લામાં પસાર થતા નેશનલ અને એક્સપ્રેસ હાઈવેને જોડતા ચેકપોઈન્ટ્સ પર આર ટી ઓ ધ્વરા 24/7 (રાઉન્ડ ધ ક્લોક) ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે
સુરત શહેર અને જિલ્લા ના રસ્તાઓ પર રાત્રિના સમયે અન્ય વાહનચાલકોની સુરક્ષા જોખમાવતી અનધિકૃત અને ભારે તીવ્રતા ધરાવતી હેડલાઇટ સામે સુરત RTO અને ટ્રાફિક પોલીસે કમર કસી છે. વ્હાઇટ એલઈડી લાઈટ માટે ગત રોજ આર ટી ઓ ધ્વરા સ્પેશિયલ ડ્રાઈવ આયજન કરવમાં આવ્યું હતું તેમાટે એક આર ટી ઓ અને ત્રણ એ આર ટી ઓ ટિમ સુરત અલગ આલગ જગ્યા પર સ્પેશિયલ ડ્રાઈવ યોજીને મોડિફાઈડ લાઈટ ધરાવતા વાહનચાલકો સામે આકરી દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.જેમાં ગત દિવસ દરમિયાય આર ટી ઓ ધ્વરા 54 ચલણ બનાવ્યા હતા છેલ્લા એક મહિના દરમિયાન ચાલેલી આ સ્પેશિયલ ડ્રાઈવમાં અત્યાર સુધીમાં અંદાજે 250 જેટલા વાહનો સામે કાર્યવાહી કરવામાં આવી છે. સુરત જિલ્લામાં પસાર થતા નેશનલ અને એક્સપ્રેસ હાઈવેને જોડતા ચેકપોઈન્ટ્સ પર 24/7 (રાઉન્ડ ધ ક્લોક) ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે
રાત્રિના સમયે અન્ય વાહનચાલકોની સુરક્ષા જોખમાવતી અનધિકૃત અને ભારે તીવ્રતા ધરાવતી હેડલાઇટ લઈને રાજ્યમાં માર્ગ અકસ્માત નોઘ પાત્ર વધારો થયો હતો જેના લઈને રાજ્ય સરકારના વાહન વ્યવહાર મંત્રાલય ધ્વરા એક આદેશ બહાર પડ્યો હતો રાત્રે આંખો અંજાવી દેતી ‘વ્હાઈટ LED’ સામે પગલાં ભરવાનો નિર્દેશ બાદ રાજ્ય વ્યાપક અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું જેના બાદ RTO અને ટ્રાફિક પોલીસના સંયુક્ત ઓપરેશનમાં અનેક વાહનચાલકો સાણસામાં આવ્યા હતા. આ ડ્રાઈવ અંતર્ગત વાહનચાલકો પાસેથી 1,000 થી લઈને 6,000 સુધીનો દંડ વસૂલવામાં આવ્યો હતો.ગત રોજ આર ટી ઓ સુરત ધ્વરા 54 ચલણ બનાવ્યા હતા જો કોઈ વાહનચાલક સ્થળ પર દંડ ભરવામાં નિષ્ફળ રહે અથવા નિયમનું ઉલ્લંઘન ચાલુ રાખે, તો કાયદામાં 6 મહિના સુધીની કેદની સજાની પણ જોગવાઈ છે.
સુરતના આસિસ્ટન્ટ RTO અંકિત શાહના જણાવ્યા કે 6 ફ્રેબ્રુઆરી ના રોજ ચીફ આર ટી ઓ સુરતના એચ એમ પટેલ ના આદેશ બાદ એ આર ટી ઓ સોલાંકી ,ચૌઘરી ની અલગ અલગ ટિમ બનાવી ને સુરત શહેર અને સુરત જિલ્લામાં ઘણા વાહનચાલકો કંપની ફિટિંગની હેડલાઇટ સાથે ચેડાં કરીને તેમાં વધુ તીવ્રતા ધરાવતા LED બલ્બ લગાવે છે. આવી સફેદ અને તેજ લાઈટો સામેથી આવતા વાહનચાલકોની આંખો અંજાવી દે છે, જે ગંભીર અકસ્માતનું કારણ બની શકે છે. રોડ સેફ્ટીને ધ્યાનમાં રાખીને આ સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે.જેમાં RTO દ્વારા દંડની રકમનું વિભાજન કરવામાં આવ્યું છે.ગત રોજ સુરત આર ટી ઓ ધ્વરા રાખવમાં આવેલી સ્પેશિયલ ડ્રાઈવ માં સુરત શહેર અને જિલ્લામાં મળી ને 54 ચલણ બનાવ્યા હતા જેમાં મોટર વાહન ધારાની કલમ 182 હેઠળ અનધિકૃત રીતે બલ્બમાં ફેરફાર કે ચેડાં કરવા બદલ 5,000 નો દંડ, રોડ સેફ્ટી જોખમને લઈને જાહેર માર્ગ પર અન્ય માટે જોખમ ઊભું કરવા બદલ વધારાનો 1,000 દંડ એમ કુલ દંડ 6,000 સુધીનો વસૂલવામાં આવ્યો હતો.
સુરત આર ટી ઓ ધ્વરા છેલ્લા એક મહિના દરમિયાન ચાલેલી આ સ્પેશિયલ ડ્રાઈવમાં અત્યાર સુધીમાં અંદાજે 250 જેટલા વાહનો સામે કાર્યવાહી કરવામાં આવી છે. સુરત જિલ્લામાં પસાર થતા નેશનલ અને એક્સપ્રેસ હાઈવેને જોડતા ચેકપોઈન્ટ્સ પર 24/7 (રાઉન્ડ ધ ક્લોક) ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. આસિસ્ટન્ટ RTO અંકિત શાહના એ સુરતવાસીઓને ખાસ અપીલ કરી છે કે જો તમારા વાહનમાં આવી કોઈ પણ અનધિકૃત LED લાઈટ લગાવેલી હોય, તો તેને તાત્કાલિક દૂર કરવી. આગામી દિવસોમાં આ ઝુંબેશ હજુ વધુ કડક બનાવવામાં આવશે અને નિયમભંગ કરનારાઓને છોડવામાં આવશે નહીં.સુરત શહેર અને જિલ્લામાં કોઈ ઓટો સ્પેરપાર્ટ કે એસેસરીઝ દુકાન માં વ્હાઈટ LED વેચાણ કરતા હોય તેના વિરુઘ્ઘ પોલીસ ફરિયાદ અને કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે આ અભિયાન રાજ્ય સરકાર ધ્વરા શરૂ કરવમાં આવ્યું છે આગળ આરટીઓ ધ્વરા ચાલુ રહ
(10:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
