News of Saturday, 7th February 2026
૧૪ દિવસના જેલવાસ બાદ જયરાજ આહીરને રાહતઃ જામીન મંજૂર.
બગદાણામાં નવનીત બાલધીયા પર થયેલા હુમલા કેસમાં .

અમદાવાદઃ તા.૭,થોડા દિવસ અગાઉ મહુવાના નવનીત બાલધીયા પર થયેલ હુમલા કેસમાં એસઆઈટીની ટીમે જયરાજ આહીરની ધરપકડ કરી હતી. ૧૪ દિવસના જેલવાસ પછી જયરાજ આહીરને જામીન મળ્યા છે. મહુવા કોર્ટે જયરાજ સહિત ૬ લોકોના જામીન મંજૂર કર્યા હતા. અલગ-અલગ ૩ જામીન અરજીની સુનાવણીમાં તમામને જામીન મળ્યા છે. ગઈકાલે જામીન અરજી પર સુનાવણી થઈ હતી. બંને પક્ષના વકીલોની દલીલ પછી કોર્ટે ચૂકાદો અનામત રાખ્યો હતો. આજે કોર્ટે તમામ ૬ આરોપીને જામીન આપ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ કેસમાં જયરાજ આહીર છેલ્લા ૧૩ દિવસથી જેલમાં બંધ છે. જેલમાંથી મુક્ત થવા માટે જયરાજ આહીર, નાજુ કામડિયા, કાના કામળિયા, સંજય ચાવડા, દિનેશ સોલંકી અને અજય ભાલીયાએ જામીન અરજી કરી છે. આ કેસમાં પોલીસે ઝડપેલ ૧૪ આરોપી પૈકી ૮ આરોપીઓની જામીન અરજી કોર્ટે મંજૂર કરી તેઓને જામીન પર મુક્ત કર્યા હતા.
ચકચારી નવનીત બાલધિયા કેસમાં SIT ની ટીમે જયરાજ આહીરની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ SIT દ્વારા જયરાજ આહીરને મેડિકલ માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. SIT દ્વારા ભાવનગરની ટીમે જયરાજ આહીરની ધરપકડ કરી હતી. ત્યાર બાદ સાંજના સમયે જયરાજ આહીરને મેડિકલ ચેકઅપ માટે લઈ જવાયા હતા. ચુસ્ત પોલીસનો બંદોબસ્ત સાથે જયરાજ આહીરને મેડિકલ ચેકઅપ સર્ટી હોસ્પિટલમાં લઈ જવાયા હતા.
ભાવનગરના બગદાણાના ચકચારી નવનીત બાલધિયા કેસમાં SIT દ્વારા જયરાજ આહીરને ફરી પૂછપરછ માટે ભાવનગર રેન્જ આઈજીની ઓફીસ બોલાવવામાં આવ્યો હતો. પૂછપરછ બાદ જયરાજ આહિરની ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. SIT ને જયરાજ આહીરની સંડોવણીના પુરાવા પણ મળ્યા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.
બગદાણાને સેવક નવનીત બાલધિયા પર હુમલા કેસમાં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. એસઆઈટીએ લોકકલાકાર માયાભાઈ આહીરના દીકરાને આઈજી કચેરીએ ફરી હાજર રહેવા ફરમાન કર્યું છે. જયરાજ આહીરને એસઆઈટી સમક્ષ હાજર થવા માટે ફરમાન કરવામાં આવ્યું છે. અગાઉ પહેલી વખત જયરાજ આહીરની સાડા ત્રણ કલાક પૂછપરછ કરાઈ હતી. જયરાજ આહીરે આસઆઈટીને તપાસમાં સાથ-સહકાર આપવાની બાંહેધરી આપી છે. એસઆઈટીની તપાસ પર જયરાજ આહીરે સંતોષ વ્યક્ત કર્યો હતો.
થોડા સમય અગાઉ ભાવનગરમાં નવનીત બાલધિયા પર થયેલા હુમલા કેસને લઈને રચાયેલી SIT દ્વારા તપાસને લઈ સૌથી મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં આજે SIT સમક્ષ હજાર થયેલ માયાભાઇ આહીરના પુત્ર જયરાજ આહીરની ત્રણ કલાકથી વધુ સમય સુધી સદ્યન પૂછપરછ કરવામાં આવી હતી. આ તરફ પૂછપરછ પૂર્ણ થયા બાદ જયરાજ આહીરે પ્રથમ વખત જાહેરમાં પોતાની પ્રતિક્રિયા આપી છે.
જયરાજ આહીરે કહ્યું કે, તેમને SITની તપાસ પ્રક્રિયા પર સંપૂર્ણ વિશ્વાસ છે. તેમણે સ્પષ્ટ કર્યું કે જયારે પણ તપાસ એજન્સી તેમને બોલાવશે, ત્યારે તેઓ સહકાર આપવા તૈયાર રહેશે અને હાજર રહેશે. તેમના જણાવ્યા મુજબ, સત્ય સામે આવશે તેવી તેમને પૂરી આશા છે.
(3:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
