<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th February 2026

૫૩૭૦ જગ્‍યાઓ માટે પ્રથમ બે દિવસમાં ૩૫૦૦૦ અરજીઓઃ જગ્‍યાઓ વધશેઃ પરીક્ષા માર્ચ-એપ્રિલમાં ગોૈણ સેવા પસંદગી મંડળ તા.૨૦ સુધી અરજી સ્‍વીકારશેઃ વહેલાસર અરજી કરવી હિતાવહ

રાજકોટ, તા.૭: ગુજરાત ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વર્ગ ત્રણની ૫૩૭૦ જગ્‍યા ઉપર ભરતી કરવા માટે તારીખ ૫ થી ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છ પ્રથમ બે દિવસમાં જ ૩૫,૦૦૦ જેટલા ઉમેદવારોએ અરજી કરી દીધાનું જાણવા મળે છે. તારીખ ૨૦ ફેબ્રુઆરી અરજી કરવાનો અંતિમ દિવસ છે ઉમેદવારો વહેલાસર ઉમેદવારી કરી દઈએ તે સલાહ ભર્યું છે.

 મંડળ દ્વારા સમાજ કલ્‍યાણ નિરીક્ષક,મહેસુલી ક્‍લાર્ક, કાર્યાલય અધિક્ષક, હેડ ક્‍લાર્ક સિનિયર અને જુનિયર ક્‍લાર્ક વગેરેની ભરતી માટે પ્રક્રિયા શરૂ કરવામાં આવી છ.ે હાલ  ૫૩૭૦ જગ્‍યાઓ જાહેર કરવામાં આવી છ.ે આવતા દિવસોમાં જગ્‍યાઓની સંખ્‍યામાં વધારો થાય તેવી પ્રબળ શકયતા છે

સરકારી સૂત્રોના જણાવ્‍યા મુજબ ૫,૦૦,૦૦૦ થી વધુ ઉમેદવારો અરજી કરે તેવા એંધાણ છે. પરીક્ષા રાબેતા મુજબ લેખિત લેવી કે કોમ્‍પ્‍યુટર આધારે લેવી તેનો નિર્ણય ટૂંક સમયમાં થઈ જશે માર્ચ ઉત્તરાર્ધ અથવા એપ્રિલના પ્રારંભે  પરીક્ષા લેવાની મંડળની હાલની તૈયારી છે. પરીક્ષા અંગે વિસ્‍તળત માહિતી બોર્ડની વેબસાઈટ પર આપવામાં આવી છે પરીક્ષાનું સમયપત્રક હવે પછી જાહેર થશે. 

 

 

 

(2:58 PM IST)