<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th February 2026

આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભારતીય ટીમમાં પસંદગી પામનાર કચ્છના ૩ દિવ્યાંગ ખેલાડીઓને શુભેચ્છા પાઠવતા સાંસદ વિનોદ ચાવડા

૨૬ ફેબ્રુ.થી ૨ માર્ચ દરમ્યાન શ્રીલંકામાં ખેલાશે ટુર્નામેન્ટ

( વિનોદ ગાલા દ્વારા ) ભુજ :  તારીખ 26/02/2026 થી તારીખ 02/03/2026 દરમિયાન Para Cricket Club of India દ્વારા શ્રીલંકા ખાતે યોજાનારી દિવ્યાંગ ખેલાડીઓની આંતરાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટ ભારત તરફ થી કચ્છના ૩ ખેલાડીઓ વિભાભાઈ કે. રબારી (કપ્તાન), ગામ સામખીયારી, તા. ભચાઉ, રશીદ સમા, ગામ તુગા (ખાવડા) તા. ભુજ અને (૩) જયરામ વણકર ગામ સરલી, તા. ભુજની પસંદગી કરવામાં આવી છે. જે સમગ્ર કચ્છ જિલ્લા માટે એક ગૌરવ વાત છે. અંતરિયાળ ગામડાઓમાંથી આવતા આ દિવ્યાંગ ખેલાડીઓએ મુશ્કેલીઓ વચ્ચે પણ મહેનત અને હિમત તથા લગનથી આ સિધ્ધી મેળવી છે. તેમની પસંદગી માત્ર વ્યક્તિગત સફળતા નથી પરંતુ સમગ્ર કચ્છ જિલ્લા માટે પ્રેરણાદાયી ઉદાહરણ છે.

 સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા ત્રણે ખેલાડીઓને પ્રોત્સાહનરૂપે કીટ વિતરણ તથા તેઓનું સાલ ઓઢાડી સન્માન કરી તેમને અભિનંદન પાઠવ્યા હતા તેમની પ્રગતિની શુભકામનાઓ પાઠવી હતી.

(7:22 PM IST)