તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Saturday, 7th February 2026
નિકાસના નવા દ્વાર ખુલશે:ગુજરાતના અર્થતંત્રને નવી ઉંચાઈ મળશે :ભારત-અમેરિકા ટ્રેડ ડીલ અંગે GCCI વાઇસ પ્રેસિડેન્ટની પ્રતિક્રિયા
રાજ્યના અગ્રણી ઉદ્યોગો જેવા કે ટેક્સટાઇલ, કેમિકલ્સ અને જેમ્સ એન્ડ જ્વેલરી ક્ષેત્ર માટે આ ડીલ આશીર્વાદરૂપ સાબિત થશે

અમેરિકા અને ભારત વચ્ચે થઈ રહેલી ટ્રેડ ડીલને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના વાઇસ પ્રેસિડેન્ટે મહત્વપૂર્ણ ગણાવી છે..તેમણે જણાવ્યું કે, આ ડીલથી આગામી સમયમાં ગુજરાતના અર્થતંત્રને નવી ઉંચાઈ મળશે. ખાસ કરીને રાજ્યના અગ્રણી ઉદ્યોગો જેવા કે ટેક્સટાઇલ, કેમિકલ્સ અને જેમ્સ એન્ડ જ્વેલરી ક્ષેત્ર માટે આ ડીલ આશીર્વાદરૂપ સાબિત થશે અને નિકાસના નવા દ્વાર ખુલશે.
સાથે તેમણે કહ્યું કે અમેરિકામાં ચીન, બાંગ્લાદેશ અને વિયેતનામ જેવા દેશોની પ્રોડક્ટ્સ પર વસૂલવામાં આવતી ઉંચી ડ્યૂટીનો સીધો ફાયદો હવે ભારતને મળશે. આને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતીય ચીજવસ્તુઓને ફાયદો થશે..સાથે આ ડીલમાં કૃષિ અને ડેરી પ્રોડક્ટને દૂર રાખીને સરકારે ખેડૂતોના હિતનું પણ ધ્યાન રાખ્યું છે
(7:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
