હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સાંચોર-થરાદ હાઈવેના સર્વિસ રોડ પર બાઈક અને કાર વચ્ચે ભયાનક ટક્કર: બાઈક સવાર બે યુવાનોના ઘટનાસ્થળે જ મોત
પિલુડા ગામ અને આસપાસના વિસ્તારમાં શોકનો માહોલ :કાર ચાલાક અકસ્મટ્સ અરજીને નાશી ગયો

વાવ-થરાદમાં ફરી અકસ્માત સર્જાયો છે,સાંચોર-થરાદ હાઈવેના સર્વિસ રોડ પર બાઈક અને કાર વચ્ચે ભયાનક ટક્કર થતાં બાઈક પર સવાર બે વ્યક્તિઓનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. આ અકસ્માતથી આખા વિસ્તારમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે.
મળતી માહિતી અનુસાર, પિલુડા ગામના રહેવાસી પટેલ ભાણજીભાઈ કેશરાભાઈ અને નાગજીભાઈ સામાજી વજીર બાઈક પર સવાર થઈને સર્વિસ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન પાછળથી આવતી એક કારે તેમની બાઈકને જોરદાર ટક્કર મારી. ટક્કર એટલી ભયાનક હતી કે બંને યુવાનો ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા.
અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે એકઠા થયા હતા. થોડી જ વારમાં પોલીસ અને 108 ઈમરજન્સી ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે બંને મૃતકોના મૃતદેહને કબજે લઈને પોસ્ટમોર્ટમ માટે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા.
પોલીસે આ અકસ્માતના સંબંધમાં ગુનો નોંધીને વિગતવાર તપાસ શરૂ કરી છે. અત્યાર સુધીની પ્રાથમિક તપાસમાં એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે કાર ચાલકે યોગ્ય અંતર જાળવ્યું ન હતું અથવા તો ઓવર સ્પીડ/બેદરકારીને કારણે આ દુર્ઘટના બની હોઇ શકે છે. કાર ચાલક અંગે હજુ સુધી વધુ વિગતો સામે આવી નથી, પરંતુ પોલીસ તેની શોધખોળમાં જોડાઈ છે.
આ ઘટનાથી પિલુડા ગામ અને આસપાસના વિસ્તારમાં શોકનો પારો ચઢી ગયો છે. બંને મૃતકોના પરિવારજનો પર આ અકાળ વિદાયનો ભારે આઘાત પહોંચ્યો છે. ગામના લોકો અને સ્વજનો મૃતકોને અંતિમ વિદાય આપવા માટે એકઠા થઈ રહ્યા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
