તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Saturday, 7th February 2026
ઠાકોર સમાજના બંધારણ મુદ્દે નવો વિવાદ :ઠાકોર સેનાના સભ્ય દિનેશ ઠાકોરે વિક્રમ ઠાકોરને ખુલ્લો પડકાર ફેંક્યો
ઠાકોર સમાજના કારણે જ વિક્રમ ઠાકોરનું નામ થયું છે. સમાજ વિના વિક્રમ ઠાકોર કાંઈ કરી શકે નહી. ઉત્તર ગુજરાતમાં વિક્રમ ઠાકોર નહીં કરી શકે પ્રોગ્રામ.

અમદાવાદ : ઠાકોર સમાજના બંધારણ મુદ્દે નવો વિવાદ સામે આવ્યો છે. જેમાં ઠાકોર સેનાના સભ્ય દિનેશ ઠાકોરે વિક્રમ ઠાકોરને પડકાર ફેંક્યો છે. વિક્રમ ઠાકોરને ઉત્તર ગુજરાતમાં પ્રોગ્રામ કરવાની ચેલેન્જ આપી છે. ઠાકોર સેનાના સભ્ય દિનેશ ઠાકોરે જણાવ્યું હતું કે, વિક્રમ ઠાકોરે સમાજના બંધારણના લીરેલીરા ઉડાવ્યા છે. ઠાકોર સમાજના કારણે જ વિક્રમ ઠાકોરનું નામ થયું છે. સમાજ વિના વિક્રમ ઠાકોર કાંઈ કરી શકે નહી. ઉત્તર ગુજરાતમાં વિક્રમ ઠાકોર નહીં કરી શકે પ્રોગ્રામ.
ઠાકોર સમાજ દ્વારા થોડા દિવસો પહેલા ગાંધીનગરના સેક્ટર 11 માં મોડી રાતે એક મોટી સભાનું આયોજન કરીને ઠાકોર સમાજ માટે એક નવા બંધારણની રચના કરી હતી અને તેનો તાત્કાલિક અમલ થાય તે પણ જોવાયું હતું. હવે આ બંધારણમાં લગ્ન પ્રસંગે ખોટા ખર્ચને નાથવા માટે લગ્નમાં વરઘોડો અને ડીજેની પરવાનગી આપવામાં આવી નથી. આ મુદ્દે અર્જુન ઠાકોર નામના કલાકારે તેના લગ્નમાં ડીજે વગાડ્યું ત્યારથી સમાજમાં પ્રશ્નો ઊભા થયા છે અને દલીલો ચાલી રહી છે ત્યારે જાણીતા ગુજરાતી કલાકાર પણ હવે અર્જુન ઠાકોર અને ડીજેના સમર્થનમાં આવ્યા છે.
જાબડીયા ગામ ખાતે યોજાયેલી ઠાકોર સમાજની મહત્વપૂર્ણ બેઠકમાં સમાજના બંધારણ અને નિયમોનું ઉલ્લંઘન કરનાર ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર સામે કડક કાર્યવાહી કરવાનો સર્વસંમતિથી નિર્ણય લેવામાં આવ્યો હતો. બેઠકમાં બંનેને એક વર્ષ માટે સમાજ બહાર મુકવાની સજા જાહેર કરવામાં આવી. સમાજના આગેવાનોના જણાવ્યા મુજબ, ગબ્બર અને અર્જુન ઠાકોર દ્વારા વારંવાર સમાજની પરંપરા, નિયમો અને શિસ્તને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. આ મુદ્દાને ગંભીરતાથી લઈને સમાજે સામાજિક, આર્થિક તેમજ ધંધાકીય તમામ બાબતોમાં બંનેને કોઈપણ પ્રકારનો સાથ સહકાર ન આપવા નિર્ણય કર્યો છે.
આ સાથે જ સમાજે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા જણાવ્યું કે ગબ્બર અને અર્જુન ઠાકોરને જે કોઈ વ્યક્તિઓ સહકાર આપશે, તેમને પણ દોષિત ગણવામાં આવશે અને તેમના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે. બેઠકમાં સોશિયલ મીડિયાને લઈને પણ સ્પષ્ટ નિર્ણય લેવાયો હતો. સમાજના તમામ સભ્યોને ગબ્બર અને અર્જુન ઠાકોરને સોશિયલ મીડિયામાંથી અનફોલો કરવા અપીલ કરવામાં આવી હતી, જેથી સમાજના નિર્ણયનું સંપૂર્ણપણે પાલન થાય.સમાજના વડીલોએ જણાવ્યું કે આ પ્રકારના કડક નિર્ણયોનો હેતુ સમાજની એકતા, શિસ્ત અને ગૌરવ જાળવવાનો છે, જેથી ભવિષ્યમાં કોઈ પણ સભ્ય સમાજના નિયમો ભંગ કરવાની હિંમત ન કરે.
હવે આ વાતને લઈને જાણીતા લોક ગાયક અને કલાકાર વિક્રમ ઠાકોર ડીજેના અને અર્જુન ઠાકોરના સમર્થનમાં આવ્યા છે અને તેમણે સમાજના આગેવાનોને આડે હાથે લીધા છે. તેમણે ગેનીબેનને ઉદ્દેશીને કહ્યું હતું કે મે બંધારણ બન્યું ત્યારે પણ ગેનીબેનને કહ્યું હતું કે ડીજે માટે વિચારવું જોઈએ ત્યારે તેમણે કહ્યું હતું કે મે બંધારણ નથી બનાવ્યું પણ સમાજના આગેવાનોના આ નિયમથી ડીજે કલાકારો બેકાર થયા છે અને ઘરે બેસી ગયા છે
ઠાકોર સમાજ દ્વરા હમણાં થોડા દિવસ પહેલા જ એક મોટું સંમેલન કરીને સમાજના લોકો માટે એક બંધારણ બનવાયું હતું જેમાં દીકરીના ભણતરથી લઈને, તમાકુ અને અન્ય વ્યસન મુક્તિ માટે પણ નિયમો બનાવાયા હતા અને સાથે લગ્ન અને મરણ પ્રસંગે સમાજમાં થતાં ખોટ ખર્ચને પણ ટાળવા માટે અમુક નિયમો બનાવ્યા હતા. જેમાં પણ લગ્ન માટે ખાસ નિયમો હતા કે લગ્નમાં જાન કે વરઘોડામાં મોટા DJ સાથે લઈ જવાશે નહીં. આ નિયમને નેવે મૂકીને અર્જુન ઠાકોર DJ લઈને લગ્નનો વરઘોડો લઈને નીકળ્યા હતા અને તેના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.
(8:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
