<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th February 2026

વેરીસાલપુરા ગામે 700 રૂપિયા બાબતે બે ભાઈઓએ તીક્ષ્ણ હથિયારથી હુમલો કરી હત્યાની કોશિસ કરી

( ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં આવેલા વેરીસાલપુરા ગામે 700 રૂપિયા બાબતે બે ભાઈઓએ તીક્ષ્ણ હથિયારથી હુમલો કરી હત્યાની કોશિસ કરતા રાજપીપળા પોલીસે બંને વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

મળતી માહિતી અનુસાર અર્જુનભાઇ મંગાભાઈ વસાવા (ઉ.વ ૫૦) ધંધો, (રહે વેરીસાલપુરા ઉપલું ફળિયું તા. નાંદોદ જિ. નર્મદા )નાઓએ આપેલી ફરિયાદ મુજબ ફુલસિંગભાઈ રણજીતભાઇ વસાવા અને તેમના ભાઈ રસિકભાઈ રણજીતભાઇ વસાવાનાઓએ અર્જુનભાઇએ તાડીના સાતસો રૂપિયા લેવના નીકળતા હોઇ જે રૂપિયા આ બે ભાઈઓ પાસે માંગેલા બંને ભાઈઓએ ગાળા ગાળી તથા બોલાચાલી કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી અને બન્નેએ ગુનાહીત કાવતરૂ રચી તેમજ તા.૦૫/૦૨/૨૦૨૬ના રોજ વહેલી સવારે મળસ્કે ૦૪/૦૦ વાગ્યાના અરસામા અર્જુનભાઇ ના ઘરે જઈ આગણમાં સુતેલા અર્જુનભાઇને ફુલસિંગભાઇ રણજીતભાઇ વસાવાનાઓએ જાનથી મારી નાખવાના ઇરાદે મારક હથીયાર લોખંડના ધારદાર અને તિક્ષ્ણ હથીયાર પાડીયા વડે માથમા ડાબા કાનથી ઉપરના ભાગે તેમજ નાક પર બે ઘા મારી ગંભીર અને જીવલેણ ઇજાઓ કરી બંનેએ ગુનો કરતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(11:05 PM IST)