<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th February 2026

અમદાવાદમાં T20 વર્લ્ડ કપને લઈને ટ્રાફિક વિભાગ દ્વારા જાહેરનામું: સ્ટેડિયમ આસપાસના માર્ગો ડાયવર્ટ કરાયા

એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડ જેવી જીવનરક્ષક સેવાઓ માટે રસ્તાઓ ખુલ્લા રહેશે.

અમદાવાદ : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આગામી 9, 11, 14 અને 18 ફેબ્રુઆરીના રોજ યોજાનાર T20 વર્લ્ડ કપની મેચોને ધ્યાનમાં રાખીને શહેર ટ્રાફિક વિભાગ દ્વારા મહત્વનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. મેચ દરમિયાન સ્ટેડિયમ આસપાસના રસ્તાઓ પર ટ્રાફિક જામ ન થાય તે માટે જનપથ ટી (T) થી મોટેરા ગામ સુધીનો માર્ગ સામાન્ય જનતા માટે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. વાહનચાલકો તપોવન સર્કલથી ONGC અને વિસત થઈને અવરજવર કરી શકશે. શરણ સ્ટેટસથી ભાટ કોટેશ્વર રોડનો ઉપયોગ કરી શકાશે. એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડ જેવી જીવનરક્ષક સેવાઓ માટે રસ્તાઓ ખુલ્લા રહેશે.

(12:05 AM IST)