તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ વદ-૧૪, રવિવાર
News of Sunday, 8th February 2026
વલસાડ સીટી પોલીસનો સપાટો : ડુપ્લીકેટ RC બુક બનાવી ચોરીના બાઈક વેચતી બે આરોપી ઝડપાયા
આ બાઈક પરથી મળેલા પુરાવા અનુસાર ગેંગે છેલ્લા લાંબા સમયથી સંખ્યાબંધ ટુ-વ્હીલરની ચોરી કરીને તેને ડુપ્લીકેટ નંબર પ્લેટ અને ખોટી RC બુક સાથે વેચી દીધા હોવાની આશંકા

વલસાડ મામલતદાર કચેરી બહારથી ઉત્તરાયણના દિવસે થયેલી બાઇક ચોરી ડુંગરી પોલીસે વાહન ચેકીંગ દરમ્યાન બાઇક સાથે યુવકને ઝડપી પાડ્યો હતો. તે કેસમાં વલસાડ સીટી પોલીસ મથકના PI દિનેશ પરમારના માર્ગદર્શન હેઠળ સીટી પોલીસની ટીમે આરોપીની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી..
વલસાડ શહેરમાં બાઇક ચોરીની ઘટનાઓ પર અંકુશ મેળવવા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં મોટી સફળતા મળી છે. વલસાડ સિટી પોલીસે આંતરજિલ્લા બાઇક ચોર ગેંગના બે સાગરીતોને ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી કુલ 10 મોટરસાયકલ જપ્ત કરવામાં આવી છે. આ ગેંગ ચોરી કરેલા બાઇકની ડુપ્લીકેટ RC બુક બનાવીને વેચતી હતી.
વલસાડ પોલીસના જણાવ્યા અનુસાર, પકડાયેલા આરોપીઓમાં સરફરાઝ મિયા ઉસ્માન ભંડોલિયા અને મોહમ્મદ ઇસ્માઇલ મૂસાજીનો સમાવેશ થાય છે, જે બંને સુરતના સલાબતપુરાના રહેવાસી છે. સરફરાઝ બાઇકની ચોરી કરતો હતો અને ત્યારબાદ તે મોહમ્મદ ઇસ્માઇલને સોંપતો હતો.
પોલીસ તપાસમાં આ ગેંગની કાર્યપ્રણાલી સામે આવી છે. સરફરાઝ જુદા-જુદા શહેરોમાંથી બાઇકની ચોરી કરતો હતો. ચોરી કરેલા બાઇક મોહમ્મદ ઇસ્માઇલને આપવામાં આવતા હતા. ઇસ્માઇલ આ બાઇક 'અજય રાણા' નામના શખ્સને આપતો, જે તેની ડુપ્પ્લીકેટ RC બુક તૈયાર કરતો હતો. નકલી દસ્તાવેજો તૈયાર થયા બાદ આ બાઇક નિર્દોષ લોકોને સસ્તા ભાવે વેચી દેવામાં આવતી હતી.
DySP ભાર્ગવ પંડ્યાએ મીડિયાને જણાવ્યું હતું કે, આ ગેંગ માત્ર વલસાડ જ નહીં, પરંતુ વડોદરા, નવસારી, ભરૂચ અને સુરત જેવા વિસ્તારોમાં પણ સક્રિય હતી. પોલીસે અત્યાર સુધીમાં ₹3.70 લાખની કિંમતની 10 બાઇક રિકવર કરી છે.
આ કેસમાં ડુપ્લીકેટ RC બુક બનાવનાર અજય રાણા સહિત અન્ય આરોપીઓને પકડવા માટે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. DySP ભાર્ગવ પંડ્યાએ વધુમાં જણાવ્યું હતું કે, “અત્યાર સુધીમાં 10 બાઇક મળી છે, હજુ તપાસ ચાલુ છે અને અન્ય આરોપીઓ પણ જલ્દી જ જેલના સળિયા પાછળ હશે.”
(12:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
