<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th February 2026

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઓનલાઈન વસ્તુઓ બદલી છેતરપિંડી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી : 20.52 લાખનો મુદ્દામાલ જપ્ત

સુરત અને રાજસ્થાનની આંતરરાજ્ય ગેંગના પાંચ સભ્યોને ઝડપી પાડી મોટી સફળતા :કિંમતી વસ્તુઓ તેઓ સસ્તા ભાવે બજારમાં વેચી દેતા

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ સાથે છેતરપિંડી કરતી સુરત અને રાજસ્થાનની આંતરરાજ્ય ગેંગના પાંચ સભ્યોને ઝડપી પાડી મોટી સફળતા મેળવી છે. આ ટોળકી મોંઘી વસ્તુઓનો ઓનલાઈન ઓર્ડર આપી, ડિલિવરી સમયે અસલી વસ્તુ કાઢી લઈ તેના બદલે ડમી (નકલી) વસ્તુ મૂકીને પેકેટ પરત કરી દેતી અથવા ડિલિવરી બોય સાથે મળી છેતરપિંડી આચરતી હતી. આ રીતે મેળવેલી કિંમતી વસ્તુઓ તેઓ સસ્તા ભાવે બજારમાં વેચી દેતા હતા. પોલીસે આરોપીઓ પાસેથી ₹20.52 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે અને આ કૌભાંડમાં અન્ય કેટલા લોકો સામેલ છે તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.

(12:46 AM IST)