<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th February 2026

અમદાવાદમાં ટી-20 વર્લ્ડકપને ધ્યાને લઈને વિશેષ ટ્રેનો દોડાવાશે :મેટ્રોના સમયમાં વધારો: મોડી રાત સુધી મળશે ટ્રેન

મોટેરા સ્ટેડિયમથી APMC સુધી રાત્રે 10:00 થી 12:30 વાગ્યા સુધી અને ઓલ્ડ હાઇકોર્ટથી વસ્ત્રાલ રૂટ પર રાત્રે 12:50 વાગ્યા સુધી મેટ્રો ઉપલબ્ધ રહેશે

અમદાવાદમાં યોજાનારા ટી-20 વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને મેટ્રો વિભાગ દ્વારા ફેબ્રુઆરી અને માર્ચની મેચો દરમિયાન મુસાફરોની સુવિધા માટે વિશેષ ટ્રેનો દોડાવવાનો નિર્ણય લેવાયો છે. નવા સમયપત્રક મુજબ, મોટેરા સ્ટેડિયમથી APMC સુધી રાત્રે 10:00 થી 12:30 વાગ્યા સુધી અને ઓલ્ડ હાઇકોર્ટથી વસ્ત્રાલ રૂટ પર રાત્રે 12:50 વાગ્યા સુધી મેટ્રો ઉપલબ્ધ રહેશે. આ ઉપરાંત, ગાંધીનગરના મહાત્મા મંદિર માટે પણ રાત્રે 11:40 અને 12:10 કલાકે સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે, જેથી મોડી રાત્રે મેચ જોઈને પરત ફરતા પ્રેક્ષકોને અવરજવરમાં સરળતા રહે.

(9:51 AM IST)