તા. ૧૪ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૮ રવિવાર
News of Sunday, 8th February 2026
"શેરડીના પાકમાં વેધકોનો ખતરો? નવસારી કૃષિ યુનિવર્સિટીની આ 'માસ્ટર ફોર્મ્યુલા' અપનાવો અને મેળવો બમણું ઉત્પાદન"
"વૈજ્ઞાનિક ખેતી, સમૃદ્ધ ખેડૂત: શેરડીના વેધકો સામે હવે જંગ જીતશે દક્ષિણ ગુજરાતના ખેડૂતો"

નવસારી : કૃષિ યુનિવર્સિટી (NAU) એ શેરડીના પાકને નુકસાન કરતા ડૂંખ, ટોચ, મૂળ અને આંતરગાંઠ વેધકોથી બચાવવા માટે એક વિશેષ 'સંકલિત વ્યવસ્થાપન' (Integrated Management) પ્લાન રજૂ કર્યો છે. ખેડૂતો નીચે મુજબના પગલાં ભરીને પાકને સુરક્ષિત કરી શકે છે:
૧. ખેતી પદ્ધતિમાં સુધારા (પ્રાથમિક સાવચેતી):
* પાણીનો નિકાલ: ખેતરમાં વધારાના પાણીના નિકાલની વ્યવસ્થા રાખવી, જેથી જીવાતોનો ફેલાવો અટકે.
* બિયારણની પસંદગી: હંમેશા પ્રમાણિત અને જીવાતમુક્ત બિયારણનો જ ઉપયોગ કરવો.
* બડઘા પાક ટાળવો: એકથી વધુ વખત શેરડીનો બડઘા (Ratoon) પાક ન લેવો, કારણ કે તેમાં જીવાતોનું સંવર્ધન વધુ થાય છે.
૨. કુદરતી અને ભૌતિક નિયંત્રણ:
* ટ્રેપનો ઉપયોગ: ખેતરમાં પ્રકાશપિંજર (Light Trap) અને ફેરોમોન ટ્રેપ લગાવો, જેથી જીવાતોના ઉપદ્રવની વહેલી ખબર પડે.
* જીવાતનો નાશ: જે છોડમાં ઇયળ દેખાય તેને મૂળ સહિત ઉખેડી નાશ કરવો. પાન પર દેખાતા ઈંડાના સમૂહને હાથથી દૂર કરવા.
૩. જૈવિક નિયંત્રણ (સૌથી અસરકારક રીત):
* ટ્રાયકોકાર્ડ (Trichocards): વેધકોના દુશ્મન એવા 'ટ્રાયકોગામા' પરજીવીનો ઉપયોગ કરવો.
* રીત: હેક્ટર દીઠ ૨ થી ૩ કાર્ડના નાના ટુકડા કરી પાનની નીચે સ્ટેપલ કરવા.
* સાવચેતી: કાર્ડ લગાવ્યાના એક અઠવાડિયા પહેલા કે પછી કોઈ રાસાયણિક દવાનો છંટકાવ કરવો નહીં.
૪. રાસાયણિક વ્યવસ્થાપન (જરૂર જણાય ત્યારે):
* જો ઉપદ્રવ વધુ હોય તો રોપણીના એક મહિના બાદ નીચે મુજબની દવા જમીનમાં આપી શકાય:
* ફિપ્રોનીલ ૦.૩૦% જીઆર (૩૦ કિ.ગ્રા/હેક્ટર)
* અથવા ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૦.૪૦%
(11:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
